પૃષ્ઠ:Tarlaa.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૪
તરલા અથવા ઉર્મિનો આવેગ


પરીક્ષા કરતાં બ્હારની પરીક્ષા કરવામાં આવે, તુલના [૧] જ કરવામાં આવે ત્યારે આવું જ પરિણામ આવે એમાં નવાઈ નથી.

સુમનલાલ સાંજના પાંચ થતાં જ ઓફીસમાંથી આવ્યો. આવતાની સાથે જ લાયબ્રેરી હોલમાં ગયો. ખાનગી સેક્રેટરીએ તૈયાર કરેલા પત્રો ઉપર સહી કરી. સુમનલાલનું કામ બહુ–વધારે ચોકસ હતું નવું પુસ્તક લાવે ખરો, વંચાય નહી પણ એને પુઠું ચડાવવામાં, નંબર આપી કબાટમાં ગોઠવવામાં તૈયાર. આ વખત વાંચવાનો, આ વખત પેપરે જોવાનો, આ વખત ગાવાનો, એમ નિયમિત સુમનલાલ કદી વાંચતો હોય અને તે વખતે તરલા લાગણીના જોરથી કે સ્નેહના ઉભરાથી દેશમાં ને હોંશમાં સુમનલાલ પાસે જતી, હસતાં ઉછળતા હૃદયે પ્રેમભર બોલાવતી તો નિયમિત સુમન–પ્રેમમાં પણ નિયમ માનનારો સુમન–એકદમ પોતાના જેવા જ બીજાને માની, પરિણામ સમજ્યા વિના કહે કે, ' તરલા ! હુને કેટલીવાર કહ્યું કે હું વાંચતો હોઉં ત્યારે તારે ન આવવું આપણે વાત કરવાના વખતની પા ક્લાકની વાર છે. જા પછી આવજે.'

'પછી આવજે’ એ કાંઈ સ્નેહની ઉર્મી–મોજાંને કહેવાય નહિ. તરલા પાછી પડતી અને નિરાશ થતી. તરલા તરલ હતી, એના હૃદયમાં લાગણી હતી, લાગણીનું જોર હતું અને એમાં મોજાં આવતાં ને જતાં.

રાતના નવ વાગ્યા અને સુવા જવા બન્ને છૂટાં પડતાં પહેલાં વચલા હોલમાં તરલા અને સુમનલાલ મળ્યાં.

'તરલા ! મુંબાઈ જે કામે ગઈ હતી તેમાં ફતેહ મળી ને?'

'ફતેહ!' એટલું કહેતાં ભાઈભાભીની તકરાર, અને આણેલા અંતની પુર્ણ હકીકત સભર કહી.


  1. ૧. સરખામણી.