પૃષ્ઠ:Tarlaa.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૫
સુરતમાં તરલા.


'તરલા ! વસન્ત ત્હારો ભાઈ થાય છે એ ખરું પણુ વાંક એનો જ છે. ચંદા બરાબર જ ચ્હીડાઈ છે.'

સુમનલાલ ચોખાબોલો હતો અને સગપણ કે સંબંધની જરાયે શરમ રાખે એવો નહોતો, એ તરલા જાણતી હતી અને તેટલા માટે માન પણ હતું.

'તરલા ! આમ છતાં એ પતિપત્નીનું સમાધાન ત્હેં કર્યું જાણી હું બહુ ખુશી થયો છું, અને તેથી વધારે તો ત્હને પાછી આવેલી જોઈ ખુશી થયો છું.'

'વારૂ! કઈ ચોપડી વાંચો છે ?'

'મેરી કોરેલીની નવલકથા છે.'

‘વારુ, સુખી રાત. હું જાઉં છું. હજી તો પિતાજી પાસે બેસવું છે.'

'ખરે એ ભલા, પ્રમાણિક અને વફાદાર તો છે.' આટલું બબડતી તરલા ત્યાંથી ચાલ ગઈ.