પૃષ્ઠ:Tarlaa.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૬
તરલા અથવા ઉર્મિનો આવેગ


વિભાગ બીજો.
પ્રકરણ ૧ લું.
હવાફેર.

કકડતી ટાઢ પડતી હતી, લીલા દર શિયાળામાં પિતાની સાથે સ્હવારમાં ફરવા જતી, તે લીલા આ ફેરી જઈ શકતી નહોતી. લીલા મયદાનીઆમાં અરવિન્દને મોહીની લગાડનાર લીલા, ભૂજંગલાલની માનીતી લીલા, દિવસે દિવસે સુકાતી હતી. મ્હો ઉપર ફિકાશ આવી હતી, માંસલ શરીર હાડપીંજર થયું હતું, હષ્ટપુષ્ટ લાલી વાળી યુવતી લાગવાને બદલે આઠ દશ વર્ષની નાની છોકરી જેવી લાગતી. ગરમ લાંબી બૉંયને કબજો, માથે ગરમ રૂમાલ, ગરમ મોજા, ગરમ લુગડું, ને શાલ સાથે પણ કોઈને હાથ ઝાલ્યા સિવાય લીલાથી બહાર નિકળાતું નહીં. ઉધરસ સાથે ઝીણો તાવ શરૂ થઈ ગયો હતો. ખાધું પચતું નહિ. એક વખત એવો હતો કે જ્યારે લીલા હસતી ત્યારે ત્હેના ગોરા ભરેલા ગાલમાં ખાડા પડતા અને ત્હેના સફેદ દાંત, લાલ ઓઠ, જોનારને મોહ ઉપજાવતા, તે જ લીલાનું મ્હો સુકાઈ ગયેલી કેરી જેવું થયું હતું અને હસતી ત્યારે જોનારને બીક લાગતી.

લીલાને ત્યાં આજ ડાક્ટરની ધમાલ હતી. લીલાના પિતા તેમ જ માતાને લીલા માટે ભય ઉપજ્યો હતો. ઘણા દિવસ ઘરનાં ઓસડીયાં કરી ઘસડ્યું, પણ હવે તેમ કરે ચાલે એમ નહોતું. મુંબઈના નામાંકિત ડાક્ટરો ભેગા કર્યા અને ડાક્ટરની તપાસ દરમિયાન કુટુમ્બમાં શંકા, ત્રાસ, શું હશે, શું કહેશે, એ સર્વ વ્યાપ્યું હતું. બે કલાકની તપાસની અન્તે ડાક્ટરોએ એટલું જ કહ્યું કે માનસિક નબળાઈને લીધે અને ઘણા દિવસની બેદરકારીને લીધે ક્ષય લાગુ પડે છે. શું થાય એ અત્યારે કહેવાય એમ નથી, પણ જો ફેર પડવાનો હોય તો