પૃષ્ઠ:Tarlaa.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૭
હવાફેર.

 હવાફેરથી પડશે. માટે એકદમ માથેરાન, મહાબળેશ્વર કે લાનોલી એને લઈ જાઓ.

ડાક્ટરો ગયા અને આખું કુટુંબ સાથે મળી વિચાર કરવા બેઠું. હાલમાં રોગો જ એવા છે, રહેવાનાં ઘરે અને હવાપાણી જ એવાં હોય છે કે મુંબાઈ જેવાં ગીચ વસ્તીવાળા ઘરમાં આખા દિવસના વૈતરા પછી, પુરતી કમાઈના અભાવે રોગ દાખલ થાય છે અને રોગ દાખલા થતાં હવાફેર કરવાની ડાક્ટરો સલાહ આપે છે. ચાલતી કમાઈ મૂકી, જેના ઉપર જીવનનો આધાર હોય એ મૂકી, લાનોલી, ખંડાળા કે ધરમપોર હવા ખાવા જવામાં–કુટુમ્બના એક માણસને લઈ જવામાં કેટલી મુશ્કેલી છે તેની તવંગરોને-જેણે એ સ્થિતિ નથી અનુભવી ત્હેમને– ખબર નથી. 'માણસ કરતાં પૈસા વધારે છે ?' ના, નહિ જ. પરંતુ હવા ખાવા જવા જેટલો નોકરીને પગાર, ધંધાની કમાઈ ખોઈ હવા ખાવાના સ્થળે ખર્ચવાના પૈસા કયાંથી લાવવા ? આમ સાધનને અભાવે જ ક્ષય જેવા રોગો મુંબાઈ જેવા શહેરમાં દાખલ થાય છે, અને એ જ સાધનના અભાવે જ અનેક મૃત્યુ થાય છે. હવાફેર માટેનાં આશ્રમની જરૂર છે ખરી, પણ તે કરતાં વધારે જરૂર જીદગીની સગવડો વધારવાની છે.

ચંદા લીલાના મંદવાડને લીધે દરરોજ આવતી. ત્હેમાં આજ તે ડાક્ટરો આવનાર હોવાથી સવારની જ આવી હતી. તરલાના આવી ગયા પછી ચંદા અને વસન્તલાલ વચ્ચેનો અંતરપડદે દૂર થયો હતો. તેઓ 'હતાં તેવાં પાછાં વરવધુ અમે તો થઈ ગયાં.' +[૧] છતાં કલાપી કહે છે તેમ 'રે રે શ્રદ્ધા ગત થઇ *[૨] પછી કઈ કાલે ન આવે; લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.'

ચંદાનો પ્રિય પતિ વસન્તલાલ હવે મહેતીજીને લાવતો નહિ. મહેતીજી દાદર છોડી મુંબાઇ રહેવા ગઈ હતી, છતાં કદાપિ વસન્તલાલ


  1. + બ. ક. ઠાકોર.
  2. ૧. વિશ્વાસ ગયો.