પૃષ્ઠ:Tarlaa.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫
શણગારભાભીને ત્યાં પાર્ટી.

 'ભૂજંગલાલ! મ્હારૂં લગ્ન થયું નથી પણ સગાઈ થઈ છે. આપણામાં સગાઈ તોડાતી નથી. જો તમારો મ્હારી પ્રત્યે ભાવ હોય તે મ્હને સુખ થાય એમ કરશો?'

ભૂજંગલાલનો ચહેરો પ્રકુલિત થયો.

'તરલા ! ત્હમારી આંખો જ જોઉં છું, ત્હમે મારું સર્વસ્વ છો એ ત્હમે નથી જાણતાં? મનની શાંતિ હું જ જાણતો નથી પછી ત્હમને શી રીતે આપું? કહો તો તમારે માટે મ્હારો જાન આપું. કહો તો સ્નેહ આપું. પણ તમને–તમારી મૂર્તિ તો મારાથી ખસેડી ખસેડાશે નહી. મારા મનથી તો 'દેહ જુદા એક પ્રાણ' એમ છે.

મ્હારી નજરમાં તો હવે બે જ રસ્તા છે. સંપૂર્ણ સુખ અથવા નિરાશા. અને જો સુખ મળે યો–અહા......'

તરલા નાની નહેતી, સમજુ હતી, ભણેલી હતી, સુમનલાલની ભવિષ્યની પત્ની હતી. સુમનલાલમાં કોઈ દોષ નહોતો. અત્યાર લગી સુમનલાલને જ સર્વસ્વ મનથી આપી બેઠી હતી. ભવિષ્યમાં–પરણ્યા પછી સુખી જીવન ગાળવાનાં સ્વપ્નાં આવતાં હતાં. હમણા જ ચંદાભાભીને ત્યાં બીજીને ચ્હાતા ભાઈના ઘરમાં શાંતિ ફેલાવી આવી હતી તે જ તરલા--હૃદયની લાગણીના વમળમાં જ ગોથાં ખાતી તરલા– અત્યારે કાંઈ જ કહી શકી નહી. અત્યારે જ મનોબળ જણાવી ભૂજંગલાલને કડવાં વેણ સંભળાવ્યાં હત તો હમેશનું દુ:ખ જાત. પણ તરલાએ એમ ન કર્યું. તે મુંગી જ રહી અને ભૂજંગલાલ તરફ પ્રેમાળ આંખે નજર કરી.

ભૂજંગલાલ નિરાશાની ટેકરી ઉપર જ હતો. હમણા જ ચોખ્ખો જવાબ મળશે, હમણાં જ અપમાન થશે એમ માનતો હતું ત્યાં તરલાની આખે-તરલાના સ્મિત હાસ્યે નિરાશા ઉરાડી નાંખી.

'હાશ ! ઓ પ્રભો ! નિરાશા-દુઃખ જોતો હતો, સઘળે અંધકાર જ લાગતો હતો ત્યાં આશાનાં કિરણ પ્રકટ્યાં લાગે છે ને આખરે