પૃષ્ઠ:Tarlaa.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તરલા અથવા ઉર્મિનો આવેગ


સ્નેહબીજ વવાયાં છે. તે મને ચાહ્ય છે. બસ એટલું જ. એનો ચહેરો જ કબૂલ કરે છે.' ભૂજંગલાલના મનમાં થયું.

'ભૂજંગલાલ ! આજથી આમ મળવું બંધ રાખો અને આમ આવી રીતે કોઈ દિવસ મારી સાથે વાત પણ કરતા ના. આજથી બ્હેન-ભા...'

'તરલા! બોલો, તમારાથી એ શબ્દ વપરાવાનો જ નથી, એ તમે સમજે છો. કાં તો આપણે સુખ ભોગવીએ અગર હમેશને માટે દુઃખી થઈએ. બોલો શી મરજી છે ?'

તરલા કાંક બેલવા જતી હતી ત્યાં ભૂજંગલાલ બોલ્યો :

'માત્ર આશા રહે અને જે સુખ અત્યારે ભોગવું છું એટલું પણ રહેવા દો તો બસ. એટલું પણ ન બને તો મને જવા દો. દુનિયા વિશાળ છે. ક્યાંક ચાલ્યો જઈશ અને મ્હારી હાજરીથી ફરીને કોઈ દિવસ તમને કંટાળો નહી આવવા દઉં.'

‘મ્હેં તમને જવાનું કહ્યું નથી.'

'તો પછી થાય તેમ થવા દો. પણ સુમનલાલનું કેમ? સગાઈ તોડાશે ? તમારા પિતા ન્યાતનો દંડ ભરશે?'

આ જ પળે સામેથી સુમનલાલ આવ્યો. સુમનલાલ આજ મોડો આવ્યો હતો એટલે આવતાં વાર જ શણગારભાભીને ખોળવા લાગ્યો. શણગારભાભીને ખોળતાં તરલા અને ભૂજંગલાલ ઉપર નજર પડી. પણ તે ન ગણકારતાં શણગારભાભી પાસે ગયો ને બોલ્યો,

'શણગારભાભી ! આજની પાર્ટીનો રંગ ઓર છે! ત્હમારે ત્યાં કોણ ન આવે ? ન આવે તેની ત્હમે ખબર લઈ જ નાંખો તો !'

સુમનલાલમાં એક જ દોષ હતો. એને કોઈપણ તરેહની ચર્ચા ગમતી નહી. કોઈ વ્યાખ્યાન, ક્લબ કે પુસ્તકની વાત કરે તો તે એટલું જ કહે–'એમાં શું? એથી શું ? એમાં રળ્યા શું? નાહક માથાફોડ, વખતની બરબાદી, એના કરતાં ઘેર ઉંઘીયે કે બાયડી છોકરાં