પૃષ્ઠ:Tarlaa.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તરલા અથવા ઉર્મિનો આવેગ


પ્રચલિત છે અને એને અંગે એક સમાજ બીજી સમાજની ટીકા કરે છે, બાકી અવિવાહિત કે વિવાહિત સ્ત્રી પુરૂષોનો ગાઢ પ્રસંગ ધણી વાર શારીરિક નહિ તોપણ માનસિક પાપ ઉત્પન્ન કરે છે જ, અને આ ગાઢ પ્રસંગ-સંબંધ જોઈ દરેક સોસાયટી શંકા લાવે એ અસંભવિત નથી. આજની પાર્ટીમાં પણ એમ જ બન્યું. ભૂજંગલાલના ચારિત્ર્ય-સ્વભાવથી કોઈ અજાણ્યું નહોતું. એના જેવા સાથે તરલા ગાઢા પરિચયમાં હોય એમ વાત કરે, હસે, મ્હો ઉપર લાગણીઓના ભાવ આવે ને જાય એ કેમ છાના રહે ? પાર્ટીમાંની એક બાઈએ બીજીને કાનમાં કહ્યું –

'અલી ! જોતો ખરી, વાત વધતી જાય છે.'
'હું ત્હને નહોતી કહેતી? તું માનતી નહોતી.'

આ બે જ જણાં જોતાં હતાં એમ નહિ. આખી પાર્ટીમાં તરલા અને ભૂજંગલાલ વાતનો વિષય હતાં. તમામની આંખ એ બે તરફ જ હતી. માત્ર પોતાના જેવા જ બીજા એમ માનનાર સુમનલાલને હજી સુધી જરાયે શંકા ઉત્પન્ન થઈ નહોતી અને વાતમાં હતો. ચકોર શણગારભાભીની નજર ચારે બાજુ હતી. તરલા-ભૂજંગલાલની ટીકા થાય છે અને એના પોતાના જ મકાનમાં આમ થાય એ ઠીક નહિ માની એ તરલા પાસે ગઈ ને બોલી:

'તરલા! સુમનલાલને કોઈ ચર્ચાનો વિષય તે ગમે જ નહિ... જરાક ત્હારો સ્વભાવ આપ.'

'હા-હશે,' કરી તરલા ત્યાંથી આવી ખસી. અડધો કલાક થયો ને સુમનલાલે તરલાને ઘેર આવવા કહ્યું. તરલાને પાર્ટી ગમતી જ નહોતી એ સુમનલાલ જાણતો હતો એટલે જ વહેલાં ઘેર જવા કહ્યું, પણ આજની તારલાને પાર્ટીમાં આનંદ પડ્યો હતો એટલે જાવ, હું પછીથી આવીશ, કહી સુમનલાલને વિદાય કર્યા. અગીઆર વાગ્યે પાર્ટી પુરી થઈ. પરોણાઓ કોઈ હિંડતા તો કઈ ગાડીમાં ચાલતા