પૃષ્ઠ:Tarlaa.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સુમન અને તરલા.


ગયા. ભૂજંગલાલની તેમજ તરલાની ગાડી આવી હતી. બન્ને નિચે ઉતર્યાં. તરલા ગાડીમાં બેઠી, ભૂજંગલાલ બહાર ગાડી પાસે જ ઊભો હતો.

'તરલા ! મિત્ર તરીકે સારું ઓળખાણ રાખવાનું તો ત્હમે કબૂલ્યું છે, પણ હું તો એથી વધારે ગાઢા પરિચયની આશા રાખું છું. જે શબ્દને ત્હમે દુષ્ટ ગણો છો તે શબ્દમાં જ મારું સુખ સમાયેલું છે.'

'શું? સ્નેહ ! પ્યાર !' તરલા મનમાં બબડી, 'એ કેમ બને?” તરલા ભૂજંગલાલ તરફ જોઈને જ રહી. ગાડી ચાલી. ભૂજંગલાલ તરફ તરલાએ અનેકવાર પાછું જોયું. ભૂજંગલાલ ત્યાં જ ઉભો હતો. ગાડી દષ્ટિ મર્યાદામાંથી બહાર ગઈ અને ભૂજંગલાલ પોતાની ગાડીમાં બેસી ગયો.

પ્રકરણ ૩ જું.
સુમન અને તરલા.

મ્હોટાને ત્યાં પરણેલા કે પરણનારા યુવાનો સામાન્ય રીતે પોતે જો સાસરે રહેતા હોય કે રહેવાના હોય તો પોતે હલકા લેખાય છે એમ માની વધારે સીરજેરી કરે છે. ધનાઢ્ય કે સત્તાધારી સસરા આગળ ચાલતું નથી એટલે ખુણે ખોચરે, પરણેલા હોય તે રાત્રે બિચારી વહુને મેણાં મારી વીંખી નાખે છે અને પોતાની માનીતી, સમુદ્ધીવાળી હોય છતાં બળેલી, ત્રાસેલી રહી અન્તરનું સુખ ભોગવતી નથી. જે કન્યા સંસ્કારી [૧] હોય, સ્નેહ સમજતી હોય, બન્ને વચ્ચે સમભાવ હોય તે આવાં પરિણામ નથી આવતાં ખરાં, છતાં જમાઈ


  1. ૧. સારી વૃત્તિની.