પૃષ્ઠ:Tarlaa.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૦
તરલા અથવા ઉર્મિનો આવેગ

 –વર ઘણી વાર કુટુમ્બ ઉપર-વિશેષ કરીને વહુ ઉપર તાગાં કરે છે. નાનપણથી જ સાથે રહેવાથી, ભણાવવા કે સ્થિતિને લીધે ઘેર રાખેલા જમાઇની પ્રત્યે પૂજ્યભાવ હમેશાં રહેતો નથી અને કન્યાના મનથી પણ સમાનતા જતી રહે છે. સુમનલાલ કેળવાયલો હતો. સર્વ રીતે સારો હતો, કમાતો હતો, તરલા ત્હેને પોતાનો થનાર પતિ માનતી હતી, તે પ્રમાણે વર્તતી હતી, છતાં તરલાને ત્હેના પ્રત્યે પૂજ્યભાવ નહોતો.

'But sing and shine by Sweet Consent,
Respecting in each other's case,
Gifts of nature and of grace.' *[૧]

પતિ પત્નીના આ જરૂરના સુખી થવાના તેમજ સુખી કરવાના ગુણો આવા દાખલામાં હોતા નથી અને તરલા તથા સુમનલાલમાં નહોતા. તરલાનું જીવન અત્યાર સુધી ટુંકું હતું. હવે એની દૃષ્ટિ વિશાળ થઈ હતી. અનુભવ વધ્યો અને કેળવણી, સંસર્ગ અને કુટુંબમાં સંસ્કારને લીધે સરખામણી કરવા લાગી. એ સરખામણીમાં સુમનલાલનું પલ્લું ઉંચું રહ્યું. એમાં ખામી દેખાવા લાગી, વિવાહ થયો હતો. લગ્ન નહોતું થયું. પણ ન્યાતના રીવાજ પ્રમાણે એ તૂટે એમ નહોતું એટલે વધારે અસંતોષ થયો.

પાર્ટીમાં તરલા સુમનલાલ જોડે આવી નહી, ઘેર જતાં પણ એકલી જ ગઈ. પાર્ટીમાં પણ સુમનલાલ સાથે ભાગ્યે દસ મીનીટ ગાળેલી એ સુમનલાલતે લાગ્યું હતું. વળી ફરતાં ફરતાં ભૂજંગલાલ અને તરલાની ટીકા પોતાને કાને પડેલી એટલે સુમનલાલ કાંઈક ચીઢાયેલો હતો. વધારે છૂટ તરલા લે એ એને ન ગમ્યું માટે જ તે વહેલો ઘેર ગયો, અને ઘેર આવ્યા પછી તરલાને શિખામણ દેવા નિશ્ચય કર્યો.

સુમનલાલ ઘેર આવ્યો પણ ઉંઘ આવી નહી. વાંચવાના રૂમમાં


  1. *એક બીજાને રૂચતા રહી આનંદ અને સુખમાં રહેવું; કુદરતી તેમજ મેળવેલા ગુણો માટે એકબીજા પ્રત્યે માનની લાગણી રાખવી.