પૃષ્ઠ:Thag.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨ : ઠગ
 

મૃત્યુથી પણ અકંપિત રહેલી યુવતી એ જીવનનું એક મહાદૃશ્ય છે.

‘ભલે ! ખાનસાહેબની આજ્ઞા પ્રમાણે થાય.' સમરસિંહ બોલ્યો. અને આયેશા તથા મટીલ્ડાની આસપાસ તલવાર લઈ ઝઝૂમી રહેલા મારાઓએ તલવારો મ્યાન કરી.

કેટલાક ઠગ નાયકોએ પોતાનાં મુખઆચ્છાદન દૂર કર્યા. અને તેમણે ઊભા થઈ આમતેમ ફરવા માંડ્યું. બેઠકની વ્યવસ્થિત ગોઠવણ શિથિલ બની ગઈ, અને જોકે કેટલાક ઠગ લોકો મુખ ઉપર પડદાને રાખી બેસી રહ્યા હતા. છતાં બલિદાન આપવાના નિર્ણય વખતે જે વ્યવસ્થિતપણું અને ઉગ્ર વાતારવણ નજરે પડતાં હતાં તે હળવાં બની ગયાં.