પૃષ્ઠ:Thag.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.૨૬
 
છેલ્લો શ્વાસ
 


આઝાદના મુખ ઉપર અવનવો આનંદ કેમ દેખાતો હતો ? સમરસિંહના મુખ ઉપર હજી સ્વાભાવિકતા કેમ નહોતી આવી ? હળવા બનેલા વાતાવરણમાં આ બે પ્રશ્નો મને મૂંઝવી રહ્યા.

‘ચાલો, હવે ભવાનીની પ્રાર્થના કરી. આજનો દિવસ વિતાવીએ.' ખાનસાહેબે કહ્યું. એટલે ધીમે ધીમે સહુએ છૂપે માર્ગે મંદિર તરફ ચાલવા માડ્યું.

‘આપણે જવાને વાર છે.' સમરસિંહે મારી પાસે આવીને કહ્યું.

‘કેમ ?’ મેં પૂછ્યું.

‘આપણે છેલ્લા જવું એ વધારે સારું છે.' સમરસિંહે કહ્યું.

મને કારણ ન સમજાયું. મટીલ્ડાને કોઈ પણ રીતે બચાવવી એ મારો નિશ્ચય દૃઢ બની ગયો હતો. સમરસિંહ આયેશા તેમ જ મટીલ્ડાને માટે આટલે દૂર આવ્યો હતો એ હવે મને સમજાયું હતું.

‘એ બે જણ ક્યાં જાય છે ?' મટીલ્ડાને આયેશા પાસે વહેતા ઝરા તરફ દોરી જતી હતી. તે જોઈ મેં પૂછ્યું.

‘એ બંનેને હવે સ્નાન કરવું પડશે. બલિદાન માટે નિશ્ચિત થયેલી વ્યક્તિથી સ્નાન કર્યા વગર પાછું ફરાય નહિ.' સમરસિંહે જવાબ આપ્યો.

વીખરાઈ જતી ટોળીમાંથી કોણ ક્યાં જતું હતું તેની ગણતરી થઈ શકે એમ નહોતી. સમરસિંહની આંખ વગર પ્રયત્ન ચારે બાજુએ ફરતી હતી. તે મારી સાથે વાત કર્યો જતો હતો. પરંતુ તેનું મન બીજી કોઈ પ્રવૃત્તિમાં પડ્યું ! હોય એમ લાગતું હતું.

એકાએક બંને યુવતીઓ દેખાતી બંધ પડી. ભયંકર વહેણવાળા ઝરાને કિનારે એક નાનકડી ટેકરી પાછળ તે સ્નાન કરતી હશે એમ મને લાગ્યું. હવે થોડા જ માણસો પાસે ફરતા દેખાતા હતા. એવામાં એક ભયંકર ચીસ સંભળાઈ. મને લાગ્યું કે તે મટીલ્ડાની ચીસ હતા. પરંતુ એકાએક આઝાદનું ક્રૂર અટ્ટહાસ્ય સંભળાયું, અને વહેળા તરફ નજર કરતાં દેખાયું કે આયેશાને વહેળાનું ધૂમરીઓ ખાતું પાણી આગળ ખેંચી