પૃષ્ઠ:Thag.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
 
કેટલીક સ્પષ્ટતા
 


મંદિરમાં આછું અંધારું તો હતું જ, છતાં તે એવું ન હતું કે આપણી દૃષ્ટિને અવરોધે. ત્યાં ગયા પછી ધીમે ધીમે મારી આંખ આછા પ્રકાશથી ટેવાઈ અને મને મંદિરની બધી વિગતો દેખાવા લાગી. મને લાગ્યું કે આવાં ગુફામંદિરોની રચના કરનાર શિલ્પીઓ બહુ જ સમજપૂર્વક પ્રકાશની અવરજવર ગોઠવતા હોવા જોઈએ. આંખને પ્રકાશઝલકથી આાંજી નાખી પછી ભભકભર્યું પ્રદર્શન કરવા કરતાં આછા અંધકારમાંથી આંખને સમજાવી આંખને ધીમે ધીમે ઉઘાડી બધી જ વસ્તુઓ સામ્ય રીતે દર્શાવવી એ વધારે કલામય રચના હોવી જોઈએ.

મંદિરમાં બધા જ બેઠા. ભવાનીની પ્રચંડમૂર્તિ આછા પ્રકાશમાં ખૂબ ભયાનક લાગતી હતી. પાસે ઘીના દીવા બળતા હતા તે મૂર્તિની ભયંકરતાને જુદે જુદે સ્થળેથી પ્રદર્શિત કરતા હતા. પૂજારીઓ પાસે ઊભા હતા, આયેશા અને મટીલ્ડા મૂર્તિ પાસે ઊભાં રહ્યાં હતાં.

‘આજ માતાજી માનવ-બલિદાન નહિ લે !’ પૂજારીએ કહ્યું.

‘કાલ પણ નહિ લે !’ આઝાદે કહ્યું.

‘કાલની વાત ઉપર કાલ રાખો.' કોઈએ કહ્યું.

‘કાલ ઉપર એક જ વાત રહેશે. આવતી કાલ આપણે આપણી પ્રતિજ્ઞા ભવાનીને પાછી સોંપી દઈએ, અને આપણા માર્ગને ભૂલી જઈએ.’ સમરસિંહે કહ્યું.

‘જેને જીવન સોંપ્યું તે માર્ગને ભૂલી જઈએ ? કેવી રીતે ?' એક ઠગે પ્રશ્ન કર્યો.

‘સ્ત્રીઓના ભોગ આપવા કરતાં આપણી બિરાદરીનો ભોગ આપવો હું વધારે પસંદ કરું છું. દેવીની પણ એ જ આજ્ઞા લાગે છે.’ સમરસિંહે જવાબ આપ્યો.

પૂજારીએ આયેશા અને મટીલ્ડાના હાથમાં નાની આચમની વડે કાંઈ આપ્યું. એ પાણી હતું. બન્ને જણે તે હોઠે અને આંખે અડકાડ્યું. પછીથી એ જ પૂજારી ઝડપથી બધાના હાથમાં એ પાણી આપતો ગયો. બધાએ જ તે