પૃષ્ઠ:Thag.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કેટલીક સ્પષ્ટતા : ૧૫૭
 

‘આા ભીંતમાં.'

‘એમ ?'

'હા જી.'

‘મારી ચોકીની જરૂર છે ?’

‘મને હુકમ છે. આજનો નહિ - કેટલાય સમયનો - માટે જ હું આપની નોકરીમાં છું.’

‘તે હું જાણું છું. પણ અત્યારે શું છે ?'

'હવે આપ અહીંથી જશો ત્યાં સુધી મારી ચોકી રહેશે.'

‘અત્યાર સુધી તો તું દેખાયો નહિ !’

‘હમણાં જ જરૂર પડી. આઝાદ અહીં આવી બહાર નીકળી ગયો છે.’

‘કયાં ?'

‘કદાચ સુમરાની પાછળ.'

‘સુમરો ક્યાં છે ?'

‘હું એ જ જાણવા માગું છું. આપને કાંઈ કહ્યું છે ?’

'ના.'

દિલાવર શાંત ઊભો રહ્યો; છતાં તેના મુખ ઉપર વ્યગ્રતા હતી.

‘આપણે પણ બંનેની પાછળ જઈએ તો ?' મેં પૂછ્યું.

‘મારા એકલાથી ન જવાય. આપણે બંને જઈ શકીએ, આપ ઇચ્છતા હો તો !’

‘કાંઈ ભયંકર પરિણામ લાગે છે ?'

‘કહેવાય નહિ. છેલ્લે દિવસે શું થાય એ ભવાની જાણે !’

‘આઝાદનો ડર છે ?'

'ચોક્કસ નહિ. સુમરાની પાછળ ગયો એટલે ભય લાગે.'

'પણ એ તો બંને મિત્રો બન્યા છે.'

‘હા, છતાં હું ચમકું છું. આજની રાતનો વિશ્વાસ નથી.’

‘ચાલ, આપણે જઈએ.'

અમે બંને તૈયાર થયા. વિચિત્ર લાગતાં ગુપ્ત દ્વારોમાં થઈ દિલાવરની પાછળ હું ચાલ્યો. વહેળાને કિનારે આવેલા પથ્થરો ઉપર બે પડછાયા હાલતા દેખાયા. હું પણ ઠગ લોકો ભેગો રહી ઠગ લોકોના જેવું જ ચાલતાં શીખી ગયો હતો. અમે જાણે વગર ચાલ્યે ચાલતા હતા. ધીમે ધીમે અમે