પૃષ્ઠ:Thag.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮: ઠગ
 

પથ્થરની એક બાજુએ આવી ગયા, અને અમારો પડછાયો ન પડે એમ સંતાઈને બેસી ગયા.

મેં ધારેલું કે કોઈ વિચિત્ર ભયપ્રદ બનાવ બનશે, પરંતુ તેને બદલે મેં તો માનવ હૃદયની એક ભવ્ય કવિતા સાંભળી. ભવ્ય કવિતાઓ પણ ભયપ્રદ તો હોય જ.