પૃષ્ઠ:Thag.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનવ કવિતા : ૧૬૩
 


‘પ્રતિમા ભાંગવી હોય તો શું કરવું ?' હસતે હસતે આયેશા બોલી. હાસ્ય અને શબ્દપડઘા ઓસરી ગયા, અને વળી પાછી શાંતિ પ્રસરી રહી. એ શાંતિને ઓથે શું રહ્યું હશે તેની કલ્પના કરતો હું જમીન સાથે જડાઈ ગયો.

‘મારે મરવું ન હતું; માત્ર તારો ભય દૂર કરવો હતો.' આયેશાએ કહ્યું.

'એટલે ?'

‘હૃદય અને આંખને દૂર કરવાનો પ્રયોગ કરીને.'

‘હવે કશા પ્રયોગ કરીશ નહિ.’

'પણ મારી માગણી ?'

‘તારી બધી જ માગણી હું માન્ય રાખું છું.’

‘એમ ? સાચું કહે છે ?'

'હા.'

‘હમણાં તો બીતો હતો, હવે કેમ આામ ?'

‘મને તારો ભય તો રહ્યો જ છે. પ્રતિમાખંડનનું રહસ્ય હું સમજ્યો.'

‘શું ?'

‘કહેવાની જરૂર નથી. પ્રતિમાથી આગળ જઈ શકાય છે. પ્રતિમા હોય કે ભાંગે તે પ્રત્યે હું ઉદાસીન છું.’

‘તું તો ઉદાસીન જ રહ્યો. મારી લાગણી સાંભળ.'

‘કહે.’

‘આસપાસ કોઈ હશે તો ?'

‘પકડાવાની બીકે નીતિમાન રહેતા માનવીઓનું ભીરુપણું હું છોડવા માગું છું.’

‘બહુ સારું. હું પણ એ જ માગું છું. જો, મારી માગણી એટલે સમગ્રજીવનનો પ્રશ્ન. એનું પરિણામ મૃત્યુ સુધી.'

'ઠીક. માગી લે.’

મને લાગ્યું કે બે પ્રેમીઓ પરસ્પર નજીક આવશે. સમરસિંહ બ્રહ્મચર્ય બાજુએ મૂકશે અને ઠગજીવનમાં રમાયેલી અનેક રમતમાં એક સુંદર માનવરમતનો ઉમેરો થશે ! કદાચ બંને પોતપોતાનો ધર્મ સાચવીપાળી પતિપત્ની બની જશે !

પરંતુ માગણી બહુ વિચિત્ર નીકળી.

‘જો, આ બે પ્યાલા હું લાવી છું. એક પ્યાલામાં શરબત, તને પાઉ અને