પૃષ્ઠ:Thag.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ : ઠગ
 

બનવા મથ્યો, પરંતુ હું બીજો પ્રયત્ન કરું તે પહેલાં તો એક લાંબું સુંવાળું કપડું મારા ગળાની આજુબાજુએ વીંટાયું અને મારા હોશકોશ ઊડી ગયા. હું તુરત સમજ્યો કે ફાંસિયાઓના પંજામાં હું સપડાયો છું. મેં જીવવાની આશા મૂકી દીધી. મારે ગળે વીંટાળેલા કપડામાંથી કોઈ મીઠી પરંતુ ઝેરી વાસ આવવા લાગી. મૃત્યુને કિનારે હું ઊભો હતો. મારે કંઠે શોષ પડ્યો. કપડું ગળે ખેંચાયું ન ખેંચાયું, અને હું બેભાન થઈ ગયો કે મૃત્યુ પામ્યો ?