પૃષ્ઠ:Thag.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૧૯૧
 

હાથમાં લીધી, અને ત્યારથી 'માફિયા’ મંડળીને વેરી નાખવા બહુ જ સખત પગલાં લેવામાં આવ્યાં. 'માફિયા’નો એટલો બધો ત્રાસ હતો કે તેમના વિરુદ્ધ મંડળીએ ગુના કર્યા હોય તેવા લોકો પણ સાક્ષી આપતાં ગભરાતા. અંતે પૂરતું રક્ષણ આપી પિડાતા લોકોની મહામુશ્કેલીએ જુબાનીઓ લઈ 'માફિયા’ના આગેવાનોને ભયંકર શિક્ષાઓ ફરમાવી, એટલે આ છૂપી મંડળી હાલ વિખેરાઈ ગઈ છે. આમ સો-સવાસો વર્ષ સુધી ઈટાલી અને અમેરિકા જેવા દેશમાં 'માફિયા'એ ત્રાસ વર્તાવી પોતાની સત્તા જમાવી હતી, અને રાજકારોબાર તથા ખેતી અને વ્યાપારમાં તે ધાર્યો લાભ મેળવતી હતી.

'કેમોરા ટોળી’

‘માફિયા’ની માફક ભારે સત્તા ભોગવતી સમયુગની બીજી એક ટોળી ‘કેમોરા' નામથી ઓળખાતી. એ પણ ઈટાલીમાં જ. આ ટોળીનું અસ્તિત્વ ઈ. સ. ૧૮૨૦માં જાહેરમાં આવ્યું. સ્પેનિશ ભાષામાં ‘કેમોરા’નો અર્થ ઝઘડો થાય છે. સંભવિત છે કે નેપલ્સ જેવા ધોરી શહેરમાં આ શબ્દ અને આ મંડળ સ્પેનિશ લોકોએ દાખલ કર્યા હોય. જોતજોતામાં એ સંસ્થા ઈટાલીની બની ગઈ.

ઈટાલિયન રાજસત્તાની જહાંગીરીનો ભોગ થઈ પડેલા કેદીઓની સ્થિતિ સુધરે એ અર્થે કેદમાંથી બહાર નીકળેલા કેદીઓના દોસ્તોએ પ્રથમ તો એક સામાજિક મંડળ શરૂ કર્યું. કેદીઓ છૂટતા જાય તેમ મંડળ વિસ્તૃત થતું જાય. પછી તો બીજા તોફાની માણસો પણ એમાં ભળવા લાગ્યા, અને નેપલ્સ શહેરની ગલીઓમાં ટોળાબંધ જુલમ કરવાની રીત ‘કેમોરા'એ શરૂ કરી.

ટોળાંએ કેવી રીતે કામ કરવું એ વિશે 'કેમોરા'ની ઢબ જાણવા જેવી છે. પોલીસના માણસો આવતા દેખાય તો બિલાડીની માફક કેમોરાના સભ્યો અવાજ કરતા, તેમનો કોઈ ભોગ નજરે પડે એટલે કૂકડાનો બોલ કાઢતા. મોટા નિઃશ્વાસ ઉપરથી એમ સમજાતું કે ભોગ આપવા ધારેલો માણસ એકલો નથી. આમ તેમના સૂચક સંકેત ઉપરથી તેઓ વીખરાતા અગર ભેગા થઈ ખૂન, મારઝૂડ કે લૂંટ કરતા. જેમ જેમ ‘કેમોરા'નું જોર વધતું ગયું તેમ તેમ વાટ પાડવા ઉપરાંત દાણચોરી અને જાસા કરીને ધન પડાવવાના ઉદ્દેશ તેમાં દાખલ થયા. 'કેમોરા'નાં તોફાનો અને ગુનાઓમાં રાજકુટુંબના માણસો, રાજદ્વારી પુરુષો, અમીરો અને પાદરીઓ પણ