પૃષ્ઠ:Thag.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : ઠગ
 

જુલમો પણ કરવામાં આવતા. તેમના પ્રાબલ્યને અંગે કેટલાક કાયદાઓ પણ બદલી નાખવા પડ્યા.

આખા દક્ષિણ વિભાગને ‘અદૃશ્ય મહારાજ્ય (Invisible Empire)નું નામ આપી આ મંડળે પોતાનો કાર્યપ્રદેશ નિશ્ચિત કર્યો હતો. એના પ્રમુખને ‘મહાન માયાવી’ (Grand Wizard) તરીકે ઓળખવામાં આવતો. મહારાજ્યમાં સંસ્થાનોના નાના વિભાગ પડ્યા હતા અને પ્રત્યેક વિભાગને ‘ભવ્ય નાગ’ (Grand Dragon)ના હાથ નીચે રાખવામાં આવ્યો હતો. સંસ્થાનોના અને પ્રત્યેક મંડળના ઉપરીને મહારાક્ષસ (Grand Titan) કહેતા. વિભાગોને મંડળ (Dominion) કહેતા એથી નાના વિભાગ તાલુકાઓના હતા જેના મહા ઉપરી મહાદૈત્ય (Grand Giant) તરીકે ઓળખાતો. નાનામાં નાનો ભૌગોલિક વિભાગ ગુફા-કેન્દ્ર (Den) તરીકે ઓળખાતો. અને તેના ઉપરીનું નામ મહામરુત (Grand Cyclope) રાખવામાં આવ્યું હતું. આમ મહામારુતથી શરૂ કરી મહાન માયાવી સુધીના હોદેદારો આ ભવ્ય ગુપ્ત મંડળને ચલાવતા. આવા અમલદારો ઉપરાંત યોજના પ્રમાણે કાર્ય અમલમાં મૂકનાર કર્મચારીઓને પણ પિશાચ (Genii), સર્પ (Hydras) વંત્રીઓ (Furies), નિશાચર (Night Hawks) તુર્ક વગેરે ભયંકર નામો આપવામાં આવતાં.

આ મંડળને દાબી દેવા ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. પરંતુ મંડળના સભ્યોનો વ્યવસ્થિત ત્રાસ અને જુલમ લગભગ અનિવાર્ય બની ગયો. એનો ભોગ હબસીઓ અને હબસીઓની તરફેણ કરતા ગોરાઓ બનતા.

આ સંસ્થા જોકે ધીમેધીમે ક્ષીણ થતી ગઈ, છતાં તેણે ગોરાઓને આપવાના વધારાના હક્ક સ્થાપન કરાવ્યા, હબસીઓના મત ઘટાડી દીધા. અને મુક્તિ પામેલા ગુલામોના મતથી સત્તા પામેલા અધિકારીઓને એણે દૂર કરાવ્યા.

ક્લુ ક્લક્સ ક્લૅન નામની બીજી એક ગુપ્ત સંસ્થા છેક ઈ. સ. ૧૯૧૫માં સાઈમન્સ નામના ગોરાએ સ્થાપી. આ સાઈમન્સ ભાષણકારનો ધંધો કરતો હતો અને સાથે સાથે ફેરિયાનું કામ પણ કરતો હતો. આમાંથી સંસ્થાઓ સ્થાપવાની કળા તેને હાથ ચઢી ગઈ, અને કલુ ક્લક્સ ક્લૅન નામનો ભ્રાતૃભાવના ઉદ્દેશવાળો એક સંઘ તેણે સ્થાપ્યો. એ સંઘ સરકારી રાહે નોંધાયો પણ ખરો, એટલે કાયદેસરપણાને આગળ કરી તેણે મંડળનો જબરજસ્ત પ્રચાર શરૂ કર્યો. આ મંડળ ઉચ્ચ વર્ગનું, આધ્યાત્મિક તત્ત્વવાળું, સામાજિક વિશુદ્ધિ સ્થાપન કરનારું અને દેશાભિમાનનું પોષક