પૃષ્ઠ:Thag.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૧૯૫
 

મંડળ છે એમ જાહેર થવા માંડ્યું. સ્ત્રીજાતિનું રક્ષણ, માનવજાતનું બંધુત્વ અને પ્રભુનું પિતૃત્વ વગેરે મુદ્રાલેખો આગળ આવવા માંડ્યા. એમાંથી ‘ગોરીપ્રજાનું શ્રેષ્ઠત્વ’ અને સ્પષ્ટ તથા સંકુચિત ‘અમેરિકાનું દેશાભિમાન’ એમાં દાખલ થઈ ગયાં. પહેલાંની મંડળીઓનાં નીચેનાં તત્ત્વોનો એ મંડળે સ્વીકાર કર્યો :

  1. રોમન કેથોલિક મતનો વિરોધ.
  2. યહૂદી લોકોનો વિરોધ.
  3. ગોરાઓની સરખામણીમાં હબસીઓને લાવવાની ભાવનાનો વિરોધ.
  4. પ્રથમના મંડળ સરખી જ ક્રિયાઓ અને પોશાક તથા કાર્યવહેંચણી.

પ્રથમનું મંડળ દક્ષિણમાં જ સમાયું હતું; આ મંડળ આખા પ્રદેશમાં ફેલાઈ ગયું. સને ૧૯૨૧માં તેના એક લાખ તો સભ્યો હતા. સાઈમન્સની વેચાણકલા અને પ્રચારકલા આામાં એક કારણરૂપ હતી, પરંતુ મુખ્ય કારણો નીચે પ્રમાણે હતાં :

  1. જર્મન યુદ્ધના ધખારાથી તૃપ્ત બનેલી પ્રજાને દેશાભિમાનમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું સાધન મળ્યું. યુરોપના રાજકારણમાં ભાગ ન લેવાનો સિદ્ધાંત સ્વીકારનાર અમેરિકન પ્રજાને જર્મન યુદ્ધમાં થયેલી ખુવારી નિરર્થક લાગી.
  2. નિર્બળ પોલીસથી અટકાવી ન શકાતી કેટલીક અનીતિમય રીતોને મંડળીના ભયથી દાબમાં રાખવાનું સાધન મળ્યું.
  3. અદાલતોના દીર્ઘસૂત્રીપણાથી અને કાયદાની આંટીઘૂંટીઓથી ગુનેગારો બચી જાય છે એ સાચી વાત છે, એવી રીતે બચી જનાર દુશ્મનોને આ મંડળી દ્વારા સજા કરાવવાનો લાગ મળતો.
  4. જાત અને ધર્મનાં અભિમાન પોષવાનો આ સંસ્થામાં માર્ગ મળ્યો. ‘મે ફલાવર’ નામના વહાણમાં અમેરિકા આવેલા, પ્રોટેસ્ટન્ટ પંથના અગ્રણીઓના વંશજોને પોતાના પંથનું ભારે અભિમાન હતું; અમેરિકન જાતની વિશુદ્ધિ સાચવવાની તીવ્ર ઇચ્છા તેમનામાં જાગ્રત થઈ; અને ગોરાઓનું વર્ચસ્વ કાળી પ્રજા ઉપર રહેવું જ જોઈએ એવી અબોલ ઇચ્છા આ મંડળમાં