પૃષ્ઠ:Thag.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઠગ અને ભેદી ટોળીઓ : ૨૧૧
 


બીજા પ્રકારના ઠગ 'તુશ્મબાઝ' નામથી ઓળખાતા. આ 'તુશ્મબાઝ' ઠગને જન્મ આપનાર એક અંગ્રેજ સૈનિક હતો એમ જાણીને આપણને જરૂર નવાઈ લાગશે. કાનપુરની લશ્કરી ટુકડીમાં ક્રીગ નામનો એક સૈનિક હતો. ઈંગ્લંડના ભામટાઓમાં એક જુગારની પદ્ધતિ હતી. પટાને બે વળાંક આપી ઉત્પન્ન થયેલાં ખાંગાંમાં લાકડી ભરવીએ તો વળાંકની ગોઠવણી પ્રમાણે કાં તો લાકડી છૂટી પડે અગર પટામાં લાકડી ભરાઈ જાય. હાલ તો નાનાં બાળકો પણ દોરા વડે આવી રમત કરી શકે છે. લાકડી બંધાય કે છૂટી એ ઉપર જુગાર રમાતો. આ રીત સૈનિક ક્રીગે હિંદમાં દાખલ કરી અને એક ગોલંદાજ ધનકુળ આહીરને, સુહીબો નામના એક રસોઇયાને અને એક ગણેશિયા નામના નોકરને શીખવી. આ રીત જોતજોતામાં ફેલાઈ, અને ઠગવૃત્તિવાળાં લોકોએ તેનો લાભ લેવા માંડ્યો. લોકોને આ રમતના ચડસે ચડાવી એકાંતમાં લઈ જઈ તેમને ગળે ફાંસો અપાતો, અને તેમના માલની લૂંટ કરવામાં આવતી. આ જુગાર અને ખૂનની ભયાનક રમતને પોલીસ તરફથી રક્ષણ મળતું હતું. આજના વખતમાં છક્કોપંજો અને અમેરિકન ફીચર્સ ઉપર જુગાર રમનારાઓની સંખ્યા તેનો અણધાર્યો વિસ્તાર અને પોલીસનું તેમાં મળતિયાપણું એટલા જાહેર છે કે 'તુશ્મબાઝ’ના જુગારીપણાને મળતા રક્ષણનો આપણને સહજ ખ્યાલ આવશે.

પરંતુ જુગારી તરીકે જૂજજાજ શિક્ષા ખાઈ આવતા તુશ્મબાઝો ભયંકર ખૂનીઓ છે એમ જ્યારે જણાયું ત્યારે સત્તાવાળાઓએ તેમની વિરુદ્ધ સખત પગલાં લીધાં અને તેમને નિર્મૂળ કર્યા.

આ બંને ઠગની નવી જાત ઓગણીસમી સદીની પેદાશ હતી. જ્યારે ધાર્મિક ઠગ લોકોની સંસ્થાને છસો વર્ષથી તો ઇતિહાસે ઓળખી છે, અને કથાઓ માનવામાં આવે તો તેમનું પ્રાચીનપણું ઘણું લંબાય એમ છે.

૧૨
ઠગની નૈતિક ભૂમિકા

અતિ પ્રાચીનતાથી આપણે ફુલાઈ જવું જોઈએ ખરું ? એક પ્રાચીનપ્રિય ગૃહસ્થની મારા મિત્રે વાત કરી હતી. પ્લેગ પણ પરદેશથી હિંદમાં આવે એ એમને ગમતું નહિ, એટલે તેમણે વેદમાંથી પ્લેગ કાઢી બતાવ્યો ! ઠગની સંસ્થાનું ઉત્પત્તિસ્થાન હિંદ હોય કે હિંદ બહાર હોય એ વિશે અભ્યાસીએ તો વિરાગવૃત્તિ જ રાખવી રહી. છતાં એટલું તો ચોક્કસ કે ઠગની સંસ્થા વિષે કોઈ હિંદી અભ્યાસી તૈયાર થાય તો પશ્ચિમના લેખકો