પૃષ્ઠ:Thag.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧૪ : ઠગ
 


However unscrupulous and treacherous the Thugs were, one thing at least stands to their credit, that while sometimes they killed women - though contrary to their faith - they never maltreated them beforehand.
‘ઠગ લોકો ભયંકર અને તિરસ્કારપાત્ર ખરેખર હતા. પણ એટલું તો ચોક્કસ કે પશ્ચિમના મવાલીઓ સ્ત્રીઓ પ્રત્યે જે વર્તન ચલાવે છે તે તરફ ઠગ લોકો ધૃણાના ઉદ્દગાર કાઢે. ઠગ લોકો હૃદયહીન હશે, કૃતઘ્ની હશે, પરંતુ તેમને માટે એટલું તો કહેવું જ પડશે કે સ્ત્રીઓને મારી નાખતા પહેલાં તેમની લાજ લૂંટવા જેવું દુષ્કૃત્ય તેમણે કદી કર્યું નથી. આ તો તેમની નૈતિક પ્રતિષ્ઠા વધારે એમ છે. વળી સ્ત્રીઓને મારવાની તેમના ધર્મ પ્રમાણે તો સખ્ત મનાઈ છે. છતાં એવા જૂજ પ્રસંગે સ્ત્રીઓનાં શીલ ભ્રષ્ટ કરવા તરફ તેમણે નજર કરી નથી.'

જે લૂંટ તેઓ મેળવતા તેની વહેંચણી તેઓ યોગ્ય રીતે કરતા, અને દેવીનો ચોક્કસ ભાગ કાઢતા. મારેલા માણસનાં બાળકોને ઘણી વખત તેઓ ઉછેરતા, અને તેમને દત્તક લીધાના તો અનેક પ્રસંગો ઠગ લોકોના ઇતિહાસમાં વિદ્યમાન છે. મેડોઝ ટેલરે વર્ણવેલો મશહૂર ઠગ અમીરઅલી આ પ્રમાણે બાલ્યાવસ્થામાં દત્તક લેવાયેલો ઠગ હતો. એના પિતા એક સારી સ્થિતિના ગૃહસ્થ હતા અને તેમને ઠગ લોકોએ ફાંસો દઈ મુસાફરીમાં મારી નાખ્યા હતા. પરંતુ તેની સાથે આવેલા તેના બાળક અમીરઅલીને બચાવી તેને પાળીપોષી દત્તક લઈ એક આગેવાન ઠગ તરીકે બનાવનાર પણ ગુપ્ત મારાઓનો સરદાર જ હતો.

તેમનામાં કેટલાક સારા ગવૈયા હતા, સારા કલાકારો હતા, સારા વાદ્યો વગાડનાર હતા અને બહુ સારી નકલ કે બહુ સારો વેશપલટો કરી શકે એવા અભિનયકાર હતા.

૧૩
ખૂનનો ઉદ્દેશ

આ ઠગ લોકોનો ધર્મ તેમને ફાંસીગર બનાવતો હતો. માત્ર માણસોને ગૂંગળાવી મારવાનો શોખ એ જ તેમનાં ખૂનોનો હેતુ હતો એમ પશ્ચિમના લેખકો કહે છે. શિકારશોખ સાથે ઠગ લોકોની ખૂનપ્રવૃત્તિને