પૃષ્ઠ:Thag.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચમકાવતી સાબિતી :૧૭
 

ઓળખાવી શકીશ ?' તેણે મને ગૂંચવણમાં નાખતો પ્રશ્ન કર્યો.

‘તો શું તમે ઠગ નથી ? મને ખાતરી આપશો ?' મેં પૂછ્યું. આવી ભયંકર શક્તિવાળો યુવક સરળતાથી મારો મિત્ર બને તો વધારે સારું લાગે એમાં નવાઈ નહોતી.

‘હું ઠગ છું કે નહિ તે નક્કી કરવાની આપને જરૂર નથી. હું આપનો મિત્ર છું એટલું ખાતરીથી માની રાખજો. હું આવ્યો છું તે આપને એક સલાહ આપવા આવ્યો છું.’

આટલું બોલી તેણે ચપટી વગાડી અને મારી પાછળ ધ્રુરકી રહેલો પેલો ભયંકર વાઘ અત્યંત ગરીબાઈથી આગળ આવી યુવકના પગ પાસે બેસી ગયો.

‘હું તો આવા મિત્રો રાખું છું.’ તેમણે હસતાં હસતાં કહ્યું. ‘વાઘ અને માણસની દોસ્તી અશક્ય માની શકાય. છતાં આ મારા રાજુલ જેવો નિમકહલાલ મિત્ર હજી મને મળ્યો નથી. આપની સાથેની દોસ્તી પણ આવા પ્રકારની અશક્ય લાગે એવી છતાં તે વફાદારીની જ રહેશે.'

નીચે બેઠેલા વનરાજ ઉપર પ્રેમથી હાથ ફેરવતા યુવકને જોઈ મને એક પ્રકારનું સાનંદાશ્રર્ય ઉત્પન્ન થયું. અલબત્ત, વાઘનો ભય છેક દૂ२ તો નહોતો જ થયો.

મેં પૂછ્યું : 'તમે શી સલાહ આપવા માગો છો ?’

‘આપે આપની છાવણી અહીંથી ઉઠાવવી પડશે.’ તેણે કહ્યું.

મને શક પડ્યો કે આ યુવક જાણી જોઈને મારી આ મજબૂત કરેલી જગામાંથી મને દૂર કરવા પ્રયત્ન કરે છે. મારા મનમાં ચાલતો વિચાર જાણે તે સમજી ગયો હોય તેમ તે બોલ્યો :

‘આપને શંકા પડે એ સ્વાભાવિક છે. પરંતુ અહીં રહ્યે આપ ઠગ લોકોને નાબૂદ નથી કરી શકવાના.’

'કારણ ?’ મેં પૂછ્યું. ‘અત્યારે તો મારા અહીં આવવાથી ઠગ લોકોનો ઉપદ્રવ નરમ પડ્યો છે.'

‘આપ શું એમ માનો છો કે ઠગ લોકો એક જ જગાએ રહે છે ? મારે આપને જણાવવું જોઈએ કે એવા ભ્રમમાં આપ કદી પણ રહેશો નહિ. ઠગબિરાદરી હિન્દુસ્તાનના કયા ભાગમાં વેરાયલી નથી એ કહેવું મુશ્કેલ છે. હું તો એટલે સુધી પણ કહીશ કે દેશમાં ગામેગામમાં ઠગ લોકો રહે છે. વળી આપની છાવણીમાંથી પણ હું ઠગ લોકોને બતાવી શકું એમ છું. કદાચ આપના અંગરક્ષકો જ ઠગ હોય તો ? અને આવતી કાલ આપ જાતે જ ઠગ