પૃષ્ઠ:Thag.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચમકાવતી સાબિતી:૧૯
 

હુકમ બહાર પડી ચૂક્યો હતો.

આવી પરિસ્થિતિમાં હીરાની ભેટ પાછી વાળવી જોઈએ, અને પ્રામાણિકપણે તેવી તજવીજ કરવા હાકેમસાહેબનાં પત્નીએ પોતાના પ્રાઇવેટ સેક્રેટરીને આજ્ઞા પણ કરી દીધી. પ્રાઇવેટ સેક્રેટરીએ ઘણી સંભાળથી તે હીરાને ખજાનામાં સુરક્ષિત રીતે મૂક્યો. રાતમાં જ ખજાનાના ચોકીદારને ગળે ફાંસો દેવાઈ તેનું કોઈ ઠગે ખૂન કર્યું અને આ નામાંકિત ‘ચંદ્રિકા’ને કોઈ ચોરી ગયું.

આ બધી હકીકત જાણીતી હતી અને તે મેં એ યુવકને સંભળાવી. મને નવાઈ લાગી કે આ હીરો યુવક પાસે ક્યાંથી આવ્યો હશે ! અને તે નવાઈ મેં પ્રદર્શિત કરી.

‘તમને શું લાગે છે ?' તેણે પૂછ્યું. ‘મારી પાસે આ હીરો કેવી રીતે આવ્યો હશે ?'

‘તમે ઠગ છો એ બાબતની મારી ખાતરી વધારે દૃઢ થતી જાય છે.' મેં કહ્યું.

‘કદાચ હાકેમસાહેબનાં પત્ની અગર તેમના સેક્રેટરી જ ઠગ પુરવાર થાય તો ?' તેણે ભાર મૂકી જણાવ્યું અને હું આ સાંભળી આભો બન્યો.

‘તમે ઘણા જ ભયંકર છો !’ મારાથી બોલાઈ ગયું.