પૃષ્ઠ:Thag.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આયેશા : ૨૯
 


‘શું ગામનાં ગામ ઠગ લોકોથી વસેલાં છે ? હું બોલી ઊઠ્યો.

પાસે જ એક મોટી ઈમારત હતી. મારા પ્રશ્નનો ઉત્તર આપ્યા સિવાય તે ઇમારત તરફ વૃધ્ધે ઘોડો દોર્યો, હું પણ તેની પાછળ જ હતો. ઇમારતના દરવાજા પાસે ઘોડો ઊભો રાખી દરવાજાનું કડું વૃધ્ધે ખખડાવ્યું.

કડું ખખડતાં બરોબર એક દરવાજાની ડોકાબારી ઊઘડી, અને અંદરથી કોઈએ પૂછ્યું :

‘કોણ ?’

‘જય નારાયણ ! જય ભવાની !’ વૃધ્ધે જવાબ આપ્યો. 'દરવાજે કોણ છે, ભાઈ ? દરવાજો ઉઘાડ તો !’

દરવાજો તત્કાળ ઊઘડ્યો અને એક માણસે અમારા બન્ને ઘોડાની લગામ ઝાલી રાખી. અમે નીચે ઊતર્યા. વૃધ્ધે બંને ઘોડા ઉપર પ્યારથી હાથ ફેરવ્યો, તેમને થાબડ્યા અને થાબડતે જ પેલા માણસને પૂછ્યું :

‘આયેશા છે ?'

‘જી, હા.' તેણે જવાબ આપ્યો.

‘ઘોડા બાંધીને એને જગાડ. અમે આગલા ખંડમાં બેઠા છીએ.'

આમ કહી વૃદ્ધ સાધુએ મને એક મોટા ઓરડામાં બેસાડ્યો. મને થાક લાગ્યો હતો અને ઊંઘ પણ આવતી હતી. તથાપિ ઠગ લોકોથી ગામ વસેલું છે એમ જાણતાં મારી ઊંઘ ઊડી ગઈ હતી. આ ઘરમાં પણ ઠગ લોકો જ રહેતા હશે કે શું ? એમ હોય તો આ સાધુ મને અહીં કેમ લાવે ? એ સાધુ જ ઠગ હોય તો ? તે કોઈ ભારે કારસ્તાની હતો. એમ તો કેટલા વખતથી મને લાગ્યું હતું. પરંતુ તેના ઉપર વિશ્વાસ રાખ્યા સિવાય બીજો ઇલાજ મારી પાસે ન હતો.

એટલામાં અંદરથી એક બારણું ખૂલ્યું અને હાથમાં નાનું ફાનસ પકડી એક યુવતીએ અંદર પ્રવેશ કર્યો.

સૌંદર્ય ફક્ત યુરોપીય સ્ત્રીઓમાં જ હોય એવું જાતીય અભિમાન એ યુવતીને જોતાં બરોબર હું વીસરી ગયો, અને આ અનુપમ લાવણ્યવતી સ્ત્રીને જોઈ હું બેઠો હતો ત્યાં જ ઠરી ગયો.

મધ્યમ કદની આ યુવતીની આંખો ઠરેલી હોવા છતાં તેની કાળાશ અને લંબાઈ તે છુપાઈ શકી નહિ. ઊંચી જાતની ઝીણી કાશ્મીરી શાલ તેનાં ખૂલતાં વસ્ત્રો ઉપર અવ્યવસ્થિત લટકતી તેના ઘાટીલા દેહને દીપાવતી હતી.

ભરેલી મોજડીઓવાળા પગ ધીમેથી ઊપડતા તેનું શરીર જે હીચ