પૃષ્ઠ:Thag.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભોંયરામાં : ૩૯
 

શક્યો.

અહીં પણ આ જ માણસ મને ઉગારવા આવ્યો હતો ? મને તેના તરફ પ્રેમ ઉત્પન્ન થયો. ઠગ લોકોમાંયે લાયકાત હોય છે ખરી !

પરંતુ એટલામાં તો કટાર હું નહિ ભોંકી દઉ એમ ખાતરી થતાં તે ઉપર ચડી આવ્યો. વાર ન કરવા મને તેણે જણાવ્યું અને પ્રત્યેક પળે ત્રણ જણાના જીવને જોખમ છે એમ તેણે સૂચવ્યું. હું આ સ્થળે રહ્યો હતો, એમ કોઈને શક પડે એવી નિશાનીઓ તેણે નાબૂદ કરી બારણાની સાંકળ ઉઘાડી નાખી અને મારો હાથ ઝાલી ભોંયરા પાસે ખેંચી મને પહેલો દોરડે લટકાવ્યો અને પાછળ તે લટક્યો. જમીન પાછી એકદમ સરખી થઈ ગઈ અને ગાઢ અંધકારમાં માત્ર ત્વચા અને દોરડાના સંબંધનું જ જ્ઞાન રહે તેવી સ્થિતિ થઈ. એટલામાં તો અમારા ઉપરની માળની જમીન ઉપર પગના ધબકાર થતા સંભળાયા. એક ક્ષણ શાંતિ ફેલાઈ અને ઝડપથી દોરડે ઊતરતાં ઊતરતાં આયેશાનું એક અટ્ટહાસ્ય અમે સાંભળ્યું. અમે બંને નીચે ઊતરી આવ્યા, અને મારા પગ જમીનને અડક્યા. હું ઊભો થઈ ગયો, દોરડું છોડી દીધું અને મારી પાછળ પેલા યુવકે પણ ઊતરી મારે ખભે હાથ નાખ્યો.

'ભાઈ ! હવે તું ક્યાં લઈ જશે ? મેં નિરાશાથી પૂછ્યું.

‘સાહેબ ! હાથમાં દોરડું વાગ્યું તો નથી ને ?’ તેણે મીઠાશથી મને પૂછ્યું.

‘તમે હવે સહીસલામત છો.' વળી તેણે જણાવ્યું.

‘પણ આયેશાનું શું ? એની કેવી દશા કરશે ?' મને તે સુંદરી યાદ આવી. મારે માટે આટલું ભયંકર જોખમ ખેડનારી સન્નારી માટે મને લાગણી ન થાય એવો ક્રૂર હું ન હતો.

‘એને શું થશે ? આપને સંતાડ્યાનો આરોપ તેને માથે મૂક્યો હતો, પરંતુ આપનો પત્તો તેમને ક્યાં મળ્યો છે ? ખરી તકે આપણે નીકળી આવ્યા. એક ક્ષણ વાર લાગી હોત તો જુદો જ પ્રસંગ આવત. આઝાદ ખરેખર અમારો દુશ્મન બની ગયો છે.’

આમ કહી તેણે આગળ ચાલવા માંડ્યું. ઝાંખો ઝાંખો પ્રકાશ ક્યાંઈકથી આવતો હતો. તેની સાથે મેં પણ ચાલવા માંડ્યું. અમારી ચારે બાજુએ દીવાલ હતી, અને એક અત્યંત સાંકડી ભૂમિના ગર્ભભાગમાં આવેલી નેળમાં હોઈએ એવો મને ભાસ થયો. ચોરખાનાં અને ભોંયરાં મેં જોયાં હતાં, પરંતુ આવી યાંત્રિક તદબીરવાળા ભોંયરાને મેં પહેલી જ વાર