પૃષ્ઠ:Thag.pdf/૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


પુનર્મુદ્રણ વખતે

બ્રિટિશ સલ્તનતના પાયા નંખાયા. તે સમયના ભારતીય સમાજમાં ચાલી રહેલાં વહેણોને સમજવા મુ. ભાઈસાહેબ સતત પ્રયત્ન કરતા. ‘ઠગ’, ‘ભારેલો અગ્નિ’, વગેરે વાર્તાઓનાં બીજ આ અભ્યાસ પ્રવૃત્તિમાં સમાયાં છે. ‘ઠગ’ સંસ્થા ઉપર એક સળંગ મોટો અભ્યાસગ્રંથ લખવા એ સામગ્રી એકઠી કરતા હતા. એ ગ્રંથ ન લખાયો; પરંતુ આ નવલકથા એ યુગની કેટલીક ઘટનાઓ જીવંત કરે છે. પ્રકાશકો અને વાચકોનો આભાર.

‘જયકુટીર’, ટાઈકલવાડી રોડ,
મુંબઈ- ૧૬ , તા. ૮-૧૨-૭૦.
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પાંચમી આવૃત્તિ વખતે

મુ. ભાઈસાહેબની ‘ઠગ’ એ પ્રથમ પરંતુ એક સરસ પ્રશ્નને છણતી નવલકથા. એ વંચાયે જાય છે તેથી આનંદ થાય છે. વાચકો અને પ્રકાશકોનો આભાર.

‘જયકુટીર’, ટાઈકલવાડી રોડ,
મુંબઈ- ૧૬ , તા. ૧૬-૪-૬૪
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘ઠગ’ એ મારી સહુથી પહેલી નવલકથા. ‘નવગુજરાત' નામના સાપ્તાહિકમાં તે ટુકડે ટુકડે આપવામાં આવી હતી. ભેદનું વાતાવરણ ઉત્પન્ન કરે એવી વાર્તા સહજ વધારે આકર્ષક બને છે એ ખ્યાલથી તે વખતે આ નવલકથા લખેલી, અને તે માટે ઠગ જેવી સંસ્થાની ભૂમિકા લીધી હતી.

અઢારમી અને ઓગણીસમી સદીનું હિંદુસ્તાન અનેક નવલકથાઓનાં વસ્તુ પૂરાં પાડે એમ છે. ઠગટોળીની ભયાનકતાએ મેડોઝ ટેલરની The Confessions of a Thug અને યુજીન સુની Wandering Jew નામની કથાઓ ઉપજાવી છે. એ ટોળી માત્ર ભયંકરતા ઉપર રચાઈ ન હતી એમ કદાચ મારા તે વખતના સ્વદેશાભિમાનને લાગ્યું હોય. એટલે તેમાં અમુક ઉદ્દેશ અને ઉચ્ચ ગુણોનું આરોપણ કરી મેં ‘ઠગ’ની કથા લખી