પૃષ્ઠ:Thag.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ : ઠગ
 


‘એમાં તમારી ભૂલ છે. પક્ષીમાં કાગડો, જાનવરમાં શિયાળ અને માણસમાં અંગ્રેજ ભાગ્યે જ ભૂલ કરે છે.'

‘તમારી સરખામણી કરવાની ઢબ જ એવી છે કે તમારી સાથે વિશેષ સંબંધ ન થાય એમ હું ઇચ્છું છું.' મેં બેપરવાઈથી જવાબ આપ્યો. ‘કાગડા અને શિયાળની બરોબરમાં મારી કોમને બેસાડવા હું જરા પણ તૈયાર નથી. હું નથી સમજી શકતો કે મારી ભૂલ ક્યાં થાય છે.’

આજુબાજુએ કોઈ સાંભળતું નથી એમ ખાતરી કરી આઝાદે મને કહ્યું :

‘સમરસિંહની દોસ્તીમાં તમે ભૂલ્યા છો. એના સરખા ભયંકર માણસથી સાવધ રહેજો.’

પેલો છોકરો રમતો રમતો ખાટલા પાસેથી પસાર થયો. આઝાદ સહેજ ચમક્યો.

મેં કહ્યું :

‘હું સમરસિંહને ઓળખતો નથી, તમને પણ ઓળખતો નથી. સમરસિંહ મારો દોસ્ત નથી અને મારે તેની દોસ્તીની દરકાર પણ નથી.’

‘એ માનવું અશક્ય છે.' આઝાદે કહ્યું. આટલા વખતથી તેની સાથે તમે ફરો છો, તેના સાથને લીધે બચી જાઓ છો, છતાં તેને ઓળખતા નથી. એમ કહેવું એ ખરેખર ન મનાય એવું છે.’

હવે મારી ખાતરી થઈ કે પેલા યુવકનું નામ સમરસિંહ હતું. મને ભાસ તો થયો જ હતો. પરંતુ બધાને ગભરાવતો સુમરો ઠગ તે યુવક જ હશે. એમ નક્કીપણે હજી સુધી કહી શકાતું નહોતું. બહુ જ ચાલાકીથી તેણે ' પોતાનું નામ અને વ્યક્તિત્વ મારાથી ગુપ્ત રાખ્યાં હતાં.

મેં કહ્યું : ‘તમે માનો કે ન માનો પરંતુ હું તો ખરું જ કહું છું.’

આઝાદે જણાવ્યું : ‘આપ જરા આરામ લ્યો, પછીથી હું વાત કરીશ.’

આરામ લેવાની મને ખાસ જરૂર હતી, અને આઝાદ સાથે વાતમાં દોરાવાની આગ્રહી વૃત્તિ મેં બતાવી નહોતી. પેલો છોકરો આમતેમ તીરકામઠું લઈ રમતો હતો. તેને લીધે મને નિર્ભયતા લાગી. મને ભાસ થયો કે કદાચ મારા રક્ષણને માટે જ આયેશાએ તેને ફરતો રાખ્યો તો નહિ હોય? આવી સ્થિતિમાં આરામ લેવાને હરકત નહોતી. મેં આરામ લેવો શરૂ કર્યો.

કાંઈક વધારે જોરથી વાતચીત થતી હોય એમ ભાન થતાં હું જાગી ગયો. ખરે, આઝાદ કોઈ બીજા પુરુષની સાથે અતિશય સખતાઈથી વાત કરતો હતો એમ મારા સાંભળવામાં અને જોવામાં આવ્યું. તે પુરુષને મેં