પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઈ. સ. ૧૯૦૦ અને ૧૯૦૨ દરમ્યાન જુદે જુદે વખતે – એટલે લગભગ ૨૦-૨૨ વર્ષના ગાળામાં લખેલું; છતા ચાર જ અંક લખીને અટકાવી રાખ્યું હતું, તથા પાંચમા અંકની માત્ર રૂપરેખાનું ટિપ્પણ કરી રાખ્યું હતું. એ ગાળા દરમ્યાન એમણે એ નાટક સુધારેલુંયે જણાતું નથી, અને તેથી એમાં કેટલાક નજરચૂકના દોષ પણ રહી ગયા છે.. છતાં આ નાટક એમનું ઉત્કૃષ્ટ નાટક ગણાય છે એ વિચારવા જેવું છે. મને લાગે છે કે એનું કારણ એ છે કે ટોયની આ નાટકમાં કળાની ઉપાસના નથી, પણ સત્યની ઉપાસના છે. એણે પિતાનું જ આત્મચરિત્ર આ નાટકમાં રજૂ કર્યું છે એ તો જાણીતી વાત છે. એ આત્મચરિત્ર જેવું બન્યું છે તેવું જ પણ, ટૂંકામાં, સંવાદરૂપે નોંધ્યું છે, અને તે જ નાટક બન્યું છે. એ નોંધ કરવામાં ટેસ્ટૉય સદેવ પોતાની તેમજ પોતાના કુટુંબીઓ તથા વિરેાધીઓની વૃત્તિઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરે છે, એ નિરીક્ષણ કરતી વેળા, જેમ એ પોતાની પત્નીને પોતાને ઠેકાણે રહી વિચાર કરવા વીનવે છે, તેમ એ પોતે પગલે પગલે પ્રતિપક્ષીની દૃષ્ટિએ અને પ્રતિપક્ષી પ્રામાણિકપણે પિતાના મતા ધરાવે છે એમ સમજીને નિરીક્ષણ કરવા પ્રયત્ન કરે છે. આથી પ્રતિપક્ષ ખોટો છે એમ એની ખાતરી હોવા છતાં એ પ્રતિપક્ષની વિડંબના કરી એનું ખંડન કરવા પ્રયત્ન નથી કરતા, પણ પ્રતિપક્ષી પ્રત્યે સહદય ભાવે જેવા પ્રયત્ન કરે છે. તે સાથે જ, નાટક લખતાં જે તટસ્થ વૃત્તિ એ રાખી શકતા,. તે એના કુટુંબીઓ સાથેના પ્રત્યક્ષ વહેવારમાં એ રાખી શકતા નહિ. પ્રત્યક્ષ વહેવારમાં એ