પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો મિત્રભાઈ જુદુ તંત્ર ઊભું કરવા માગે છે એટલો જ ફેર છે. • [ લાવણી તારાના કાનમાં કંઈ કહે છે. તારા દિલર ના ઉપાડી “મૈયા મેરી સે નહિ માખન ખાયો' એ પદના સૂર વગાડે છે. બધાં ચૂપ થઈ જાય છે. ] સુરેશ : વાહ ! વાહ ! ચાલો ! બધા પ્રશ્નોનો નિકાલ થઈ ગયા. રી: એટલે કે સત્ય પર પડદો નાંખી, કેલી દીધા ! ( [ તારા વગાડતાં વગાડતાં ગાવા માંડે છે. દરમ્યાનમાં મીનળલક્ષ્મી અને ચંદ્રિકારાણી ગુપચુપ આવી સાંભળતાં બેસે છે. પદ પૂ ર્ થતાં પહેલાં બહાર મેટરનું ભૂંગળું સંભળાય છે.] ચાવત : માસી ! (મળવા જાય છે. ) [ સંગીત ચાલુ રહે છે. અલખલક્ષ્મી, મહંત સાધુ રામચરણદાસ૧ તથા એક વકીલ આવે છે. મહંત ભગવો પણ ઊંચી જાતનો પોશાક પહેરેલો છે; કપાળ પર મેટું તિલક અને ગળામાં, બાજુમાં, તથા કાંડામાં માળાઓ છે. હાથમાં માળા અને કમંડળ છે. બધાં ઊભાં થાય છે, અને પોતપોતાની જગ્યાએથી જ નમનપૂર્વક સ્વાગત કરે છે. ] મહૃત: ચાલવા દો, મૈયા, ચાલવા દો ! વાહ ! શાં બલિહારી છે ! [ ચંદ્રિકાનાણી તથા રામચંદ્ર વ્યાસ નજીક આવી પગ પડે છે, સ્વામીજી આશીર્વાદ આપે છે. ]

  • વીરેકે રાજ તથા નોકરશાહી અને મિત્રદેવ મહાજનશાહીં દ્વારા પણ બન્ને કોઈ પ્રકારના પશુબળ પર નભતું તંત્ર જ.

૧. ફાધર જિરાફીમે કાળા ઝભો પહેર્યો છે. તથા ક્રોસ અને બાઈબલનું પુસ્તક હાથમાં છે.