પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક બીજે જરૂ૪ : ( વિચાર કરતો બેસે છે, અને પોતાના વિચારમાં જ હસે છે). મીનળ ! આ બધું શા માટે છે ? શા માટે આ જડ માણસને બાલાવ્યા ? શા માટે આ નવરાં બૈરાંઓ અને પેલા વ્યાસને આપણી ઘરની ખાનગી બાબતોમાં ઉતારવાં જોઈએ ? આપણી વાતોનો આપણે ઉકેલ શું નથી લાવી શકતાં ? મીનજાક્ષ: પણ જ્યારે તમે છોકરાંઓને ભિખારી કરવાનો ધંધો માંડીને બેઠા ત્યારે મારે કરવું શું ? એ વાત હું નથી મૂગે માંટે સહન કરી શકતી. તમે જાણે છે કે હું કઈ મારે માટે કરતી નથી, અને હું જાતને માટે કશું માગતી નથી. નટ૮ : હું જાણું છું, જેણું છું અને માનું છું. પણ દુ:ખ તો એ છે કે તને સત્યમાં વિશ્વાસ બેસતા નથી. તને એ સમજાય તો છે, પણ તેને અનુસરવાનો તું નિશ્ચય કરી શકતી નથી. નથી તું સત્યમાં શ્રદ્ધા મૂકતી, નથી મારામાં મૂકતી ; પણ આ અધકચરા લો કો – રાણી વગેરે – તે તને શ્રદ્ધાપાત્ર લાગે છે ! | મીનિઝર્સ્ટ : મને તમારામાં શ્રદ્ધા છે ; હંમેશાં મૂકતી આવી છું. પણ જ્યારે તમે છોકરાંઓને ભીખ માગતાં કરવા માગે છે – નવુઈ : એનો અર્થ જ એ કે તને મારામાં શ્રદ્ધા નથી. તને એમ લાગે છે કે મારા મનમાં કંઈ ઝઘડા જ નહિ થયા હોય; કંઈ ડર જ નહિ લાગ્યો હોય. પણ