પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

સહજ સૌંદર્ય રહ્યું છે, તે એ પુસ્તકને અદ્વિતીય બનાવે છે. એ જ હકીકત આ નાટકની સુંદરતા વિષે છે. હિંદુ સમાજમાં નાટકનું વિશાંતર કરવાને લીધે હિંદુ સમાજની રૂઢિઓ તથા કુટુંબવ્યવસ્થાને અનુકૂળ થાય એવા થોડાઘણા ફેરફાર કરવા આવશ્યક લાગ્યા છે. દાખલા તરીકે, નાયકને પોતાની મિલકત વડીલોપાર્જિત છતાં મનમાં આવે તેમ આપી દેવાના અધિકાર આપવા માટે એ મિલકતને એના મામા તરફથી મળેલી કલ્પવી પડી છે. તેમજ, મૂળ નાટકમાં વકીલને રંગભૂમિ પર લાવવાનું કહ્યું પ્રયોજન જણાતું નથી. એ આવે છે, ટેબલ પર ખત મૂકે છે અને ચાલ્યો જાય છે. ત્યારે એનું આવવું સપ્રજન થાય એ રીતે એને આ શાંતરમાં થોડો ભાગ આપ્યા છે. એમ કોઈ કેઈિ ઠેકાણે એક બે સંવાદોનો વધારોઘટાડે કર્યો છે. એવે ના વધારે બે ફૂદડીઓ મૂકીને જુદો પાડ્યો છે. - છતાં, ટોલ્સ્ટોયની બધી જ ભૂલને મેં સુધારી નથી. જેમકે, કેટલીક જગ્યાએ રંગભૂમિ પર કયું પાત્ર ક્યારે આવે અને ક્યારે ચાલી જાય તે વિષે સ્પષ્ટ સૂચનાઓ નથી, કેટલેક ઠેકાણે અમુક બાબતથી અમુક પાત્ર અજાણ્યા હશે એમ લાગે, છતાં એ જાણતા હોય એમ બોલે છે ત્યારે આશ્ચર્ય લાગે છે. આવી ભૂલો રચનામાં થોડોઘણો ફેરફાર કરવાથી સુધારી શકાય એવી હતી. તો પણ મે તેને સુધારી નથી. એવી ભૂલે એકંદર રસમાં કે વસ્તુમાં ક્ષતિ કરનારી નથી, અને રંગભૂમિ પર એની અગવડ જણાય તોયે સામાન્ય વાચકના ખ્યાલમાં નયે આવે.. ૧૧ श्री.अशदेव बाईचासब