પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો ૧૦૧ ભોગવવાં પડે એ હું શાંતપણે જોઈ શકીશ નહિ. હવે તારે પસંદ કરવું હોય તે કર ! મીનછત્રીઃ આ તમારી કેવી ક્રૂરતા છે ? આ શું અહિંસા છે? આ તો ચોખ્ખી કઠોરતા છે ! મારામાં તમે કહે છે તેવી રીતે રહેવાની હિંમત નથી એ જ મારા દોષ ને ? હું મારાં બાળકોને લૂંટાવા દઈ લે કેનાં ઘર ભરાવા દેવા તૈયાર નથી, અને તેથી તમે મારો ત્યાગ કરવા માગે છે ! ભલે તમને ઠીક લાગે તેમ કરો. હું જોઉં છું કે હવે તમને મારા પર હેત જ રહ્યું નથી; અને શું કામ નથી તેયે હું જાણું છું. ( રડે છે ). | શ્રીજી : રાયજી, મારી બે વાત સાંભળી. હું તમારી તત્ત્વચર્ચામાં તે સમજતા નથી, પણ દુનિયાની સીધી વાતો જ સમજું છું, અને દુન્યવી ન્યાયની રીતે વિચાર કરું છું. જુઓ, તમે કહો છો તેમ આ જમીન લોકો પાસેથી તમારા પૂર્વજો પાસે આવી હોય તોયે તેને ઘણાં વર્ષો થઈ ગયાં છે. જો એ તમારી જાતકમાઈની મિલકત હોત તો તમે તેને ચાહો તે રીતે નિકાલ કરવા સ્વતંત્ર હતા. જે એ તમને તમારા સગા પિતા તરફથી મળી હોત તો, તમારા ધાર્મિક વિચારો ગમે તે હોય છતાં, ચાલુ કાયદા પ્રમાણે તમારા કુટુંબીઓ તમારી પાસેથી પોતાનો ભાગ મેળવી શકત. પણ એ તમને તમારા મામા પાસેથી મળેલી હોવાથી કાયદો તમને તેની ગમે તે વ્યવસ્થા કરતાં અટકાવી શકતા નથી એ સાચું છે. પણ તમારા જેવા માણસે એ અચાનક બારીકીનો લાભ લેવા ઘટતો નથી, પણ વડીલો પાર્જિત મિલકત ગણીને જ તેની વ્યવસ્થા કરવી