પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ત્રીજો છોકરાં એમ નવ જણના સરખા ભાગ પાડી, એક ભાગ તમારી ઈચ્છામાં આવે તેમ વાપરવા રાખ્યા છે. બાકીના ભાગ બીજા ને નામે ચડાવ્યા છે, અને તેની વ્યવસ્થા કરવા તમે ખુશી નથી એમ મને જણાવેલું હોવાથી એ તમારાં પત્નીને સોંપી છે. પણ, તે ઉપરાંત, સૌએ મળી ભોગ પાડયા પહેલાં મિલકતના દશમા ભાગ તમારી ઈચ્છામાં આવે તે રીતે ધર્માર્થ વાપરવા સંમતિ દર્શાવેલી હોવાથી, એની વ્યવસ્થા પણ તમારી ઈચ્છાને અધીન રહેશે. એ રીતે એકંદરે તમારે અધીન એક પંચમાંશ હિસ્સો રહે છે. આ રીતે કરવા તમને કોઈ ફરજ પાડી શકે તેમ નથી એ હું તમને કહું છું. છતાં મને લાગે છે કે મેં તમને સારામાં સારી સલાહ આપી છે. હવે મારો ઘણો વખત ગયેલો હોવાથી હું રજા લઉં છું. તમને ઠીક લાગે તો આ દસ્તાવેજ પર સહી કરજે....હા, એક કહેવાનું રહી ગયું. મારા વિચાર પ્રમાણે તમારે તમારા કુટુંબીઓ ભેળાં જ રહેવું છે. એટલા જ માટે કે જેથી તમે તમારા વિચારો તેમને ગળે ઉતારી શકો, અને જો તેમ થાય તો તમારી મિલકતની વ્યવસ્થા તમારી ધારણા પ્રમાણે ક્યારેક પણ કરાવી શકે. બસ, હવે જાઉં છું. જય જય. [ જાય છે ] માનઝમી : જુએ, નાથ, વકીલે સારી સલાહ આપી છે. મારી પર અને મારાં બાળકો પર દયા કરો ! છેક આમ હઠ કરો નહિ ! એક વાર આધાર આપી, અધવચ્ચે છોડી દો નહિ ! (કંઠ રૂંધાય છે)