પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક ત્રીજો લશ્કરી નોકરી કરતાં વધારે અનીતિમય, આપખુદી, ક્રૂર અને જંગલી ધંધો બીજો કોઈ નથી; એનો ઉદ્દેશ જ હિંસા કરવાનો છે. વળી, એમાં ગમે તે માણસ ઉપરી થઈને આવે તેની આજ્ઞા કંઈ પણ અનાકાની વિના ઉઠાવવી પડે છે; એના કરતાં વધારે હલકું અને અપમાનકારક શું હોઈ શકે ? એ આ બધું સમજે છે. | સ્ટાવ: એથી જ મને એમની ચિંતા લાગે છે. એ આ બધું સમજે છે, અને તેથી જ કઈક પગલું ભરી દે. નવૃ૪ : એનો અંતરાત્મા - એના હૃદયમાં વસતા પરમેશ્વર — એને નિર્ણય કરી દેશે. એ મને પૂછવા આવ્યા હોત તો મેં એને એક જ સલાહ આપી હોત કે કેવળ પોતાની બુદ્ધિથી જ દેરાઈને કશું પગલું ભરવું - એના કરતાં વધારે હાનિકારક કશું નથી;– પણ જ્યારે પિતાનું રોમરોમ એ પ્રકારની માગણી કરે ત્યારે જ કઈ પણ પગલું ભરવું. દાખલા તરીકે, આ હું જ, જુઓ, ઈશ્વરની આજ્ઞાને અનુસરીને ચાલવા ઇરછતો હતા. સ્ત્રી-છોકરાં, સગાં સૌને છોડી, ઈશ્વરને માર્ગે જવું, એ વિચારે મેં ઘર છોડવું; પણ પરિણામ શું આવ્યું ? પાછા ઘેર આવી, શહેરના ભોગવિલાસમાં તમારી જોડે રહેવા પાછું આવવું પડયું. મારા ગજા ઉપરાંત હું કરવા ગયો, તેથી હું નીચું જોવડાવનારી અને મૂર્ખતાભરી દશામાં આવી પડ્યો. વળી, હું સાદાઈથી રહેવા અને અંગમહેનત કરવા ઇચ્છું છું, પણ આ ઠાઠ અને નોકર-ચાકરોના રસાલાની વચ્ચે એ બધું ડોળ જેવું લાગે છે. આ ત્રીકમજી, હમણાંયે મને હસે છે એ હું જોઈ શકું છું.