પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૨૦ અંક ત્રીજો હું જીવનના અંત સુધી ટકાવી રાખવા આશા રાખું છું, અને તેથી...' | લેનાત : બસ થયું હવે આ ભાષણ ! કંટાળે ! આ બંડખોરપણું મૂળમાંથી ઉખેડી નાંખવું જોઈએ, અને લોકોમાં એનું ઝેર ફેલાતું અટકે એવાં પગલાં લેવા જોઈએ. ( કર્નલને ) તમે એની જોડે વાત કરી ? વાર્ત૪ : અત્યાર સુધી એની જ સાથે વાત કરતો હતો. મેં એને શરમાવવાનો, અને આમ કરવાથી એને કેટલું નુકસાન થશે, અને લાભ તો કાંઈ નહિ નીકળે એ ઠસાવવાનો પ્રયત્ન કર્યો. વળી, એની ઊંચા કુળની અને સરકાર સાથેના જુના સંબંધની ચાદ આપી. પણ એ તો ખૂબ ઉશ્કેરાયેલી સ્થિતિમાં છે, અને પોતાના જ મતને વળગી રહ્યો છે. સેનાપતિ : આટલી બધી વાતો નકામી કરી. આપણે લશ્કરી માણસો છીએ; આપણું કામ ચર્ચા કરવાનું નહિ, પણ ઇલાજ લેવાનું છે. એને બોલાવી લાવે. [ મંત્રી કારકુનની સાથે જાય છે ]. સેનાપતિ : નહિ, નહિ, કર્નલ, આ રીત જ ખોટી છે. આવા માણસો સાથે જુદી જ રીતે કામ લેવું જોઈએ. રોગી અંગને કાપી નાખવા માટે ચોકકસ પગલું જ લઈ લેવું જોઈ એ. એક રોગી ઘેટું આખા નેસને મારે. આવી બાબતમાં બહુ નરમ ન થવું જોઈએ. એ રાજા બહાદુર દીકરો છે, ઊંચા કુળનો છે, એને મા છે, નવું વેશવાળ થયું છે. – એ બધી બાબતો સાથે આપણને કશો સંબંધ નથી.