પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજે ૧૨૧ આપણી સામે તો એક સિપાઈ ઊભો છે, અને આપણે સરકારની આજ્ઞા બજાવવાની છે. ( ક્રર્નસ્ટ : મેં ધાર્યું કે કદાચ સમજાવટથી આપણે એને વધારે સહેલાઈથી ઠેકાણે લાવી શકીએ. નાવતિ : જરાયે નહિ – સખતાઈથી; કેવળ સખતાઈથી જ ! મેં આવા માણસો સાથે કામ લીધેલું છે. એને લાગવા દેવું જોઈ એ કે એની અહીં કશી કિમત નથી - એ પૈડાં નીચે દબાયેલી એક રજકણ છે ! એથી ગાડું અટકશે નહિ. નૈ૪ : ભલે એ પણ અજમાવીએ, સેનાપતિ : ( ચિડાઈ ને ) અજમાવવાનું શું છે ? મારે * અજમાવવાપણું રહ્યું નથી ! સુમમાળીસ વરસ મે રાજની નોકરી બજાવી છે; હું મારી આખી જિંદગી રાજને અર્પણ કરતો આવ્યો છું અને આજ સુધી તેની જ સેવા કરી રહ્યો છું. અને આજે હવે મને આ છોકરો શીખવવા આવ્યા છે, અને મારી પાસે એનાં ધર્મનાં વ્યાખ્યાનો વંચાવવા માગે છે ! એ એને જોઈ એ તો જઈ ને સંભળાવે શાસ્ત્રીઓની સભામાં ! મારી આગળ તો એ યાતા સિપાઈ છે નહિ તો કેદી છે, બસ ! ( [ બે સિપાઈ એના કબજામાં રાખી વીરેકને આગળ કરી મંત્રી તથા કારકુન આવે છે ]. . સેનાપતિ : ( આંગળીથી બતાવી) એને ત્યાં ખસેડો. વીરેંદ્ર : હુ ખસેડાઈશ નહિ. મારી ઈચ્છામાં આવશે ત્યાં હું બેસીશ અગર ઊભો રહીશ, કારણ કે હું તમારી સત્તાને સ્વીકારતા નથી. ,