પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજે ૧૫ છે. આની ભારે તપાસ કરવાની છે, અને જો એ સાચું હોય તો અમારે તમને લશ્કરમાંથી ખેંચી લઈ તમારો એ ચળવળમાં જેટલો હિસ્સો હશે તેને અનુસરી તમને કેદ અથવા દેશનિકાલ કરવા પડશે. પણ જો એમ ન હોય તો અમે તમને લશ્કરી ખાતાને સોંપી દઈ થ્યા થઈશું. આ મે તમને સાવ નિખાલસપણે વાત કરી છે, અને હું આશા રાખું છું કે તમેયે અમારી જોડે એટલા જ નિખાલસપણે વર્તશે. વીરેંદ્ર : ( પહેલાં તો, અમલદારના પોશાક બતાવી) આવાં કપડાં પહેરનારને મને વિશ્વાસ આવતો નથી. બીજાં તમારો ધધા જ એવા છે કે એને માટે મને માન નથી, પણ ઊલટો ધણો જ તિરસ્કાર છે. છતાં તમારા પ્રશ્નોના જવાબ આપવા હું ના નહિ પાડું. તમે શું જાણવા માગે છે ? અમાર : પ્રથમ તો તમારું નામ, તમારા ધંધે અને તમારો ધર્મ જણાવો. વીરે : એ બધું તમે જાણો જ છો એટલે એનો જવાબ નહિ આપું. માત્ર તેમને એક પ્રશ્ન મારે માટે મહત્વના છે. હું કોઈ પ્રચલિત ધર્મ કે પંથના અનુયાયી નથી. અમદાર : ત્યારે તમારો ધર્મ છે ? થી : મેં એને નામ નથી આપ્યું. અમeતાર : છતાં કાંઈક...? ૧. હું ગ્રીક ઑર્થોડોકસ ચર્ચનો નથી.