પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૪૦ અંક ત્રીજો નવૃ૪ : સૌથી મહત્ત્વનું એ છે કે કીતિ મેળવવાની ઈરછાથી, અગર જેમના અભિપ્રાય માટે તમને માન હોય તેમની પ્રશંસા મેળવવાની ઇચ્છાથી કશું કરવું નહિ. મારી તરફ થી હું તમને ખાતરી આપું છું કે તમે આ ઘડીએ નોકરીએ ચડી જશો તોયે તેથી મારા તમારા પ્રત્યેનો પ્રેમ અને આદર ધટશે નહિ, પણ ઊલટા વધશે. કારણકે બાહ્ય જગતમાં જે બને છે તે મહત્વનું નથી, પણ અંતઃકરણમાં જે ચાલતું હોય છે તે જ મહત્ત્વનું છે. વીરે: અલબત, કારણ કે જે અંતઃકરણમાં થાય તે બાહ્ય જગતમાં ફેરફાર કરાવે જ. નરૂ૪ : બસ, મારે કહેવાનું હતું તે પૂરું થયું. તમારાં માતુશ્રી આવ્યાં છે. એ બહુ જ અકળાયાં છે. એમની ઈચ્છા પ્રમાણે વતી શકે તો વર્તે – એ તમને કહેવા ઈચ્છતો હતો. તે ( [ બહારની ગેલરીમાંથી ડૂસકે ડૂસકે રડવાને અવાજ આવે છે. એક દીવાને અંદર ધસી આવે છે પણ એ નોકરો પાછળ આવી તેને પાછા બહાર ખેંચી જાય છે.] રાવળ : કેવું ભયંકર ! શું તમને અહીં રાખશે ? (રડે છે). વી? : મને એનો ડર નથી લાગતું, હવે મને કશાન જ ડર નથી લાગતા ! મને તો કેટલો આનંદ લાગે છે. માત્ર તમને શું લાગે છે તેને જ વિચાર મને મૂઝવે છે. તમે મને મદદ કરી. મારી ખાતરી છે તમે કરશે જ ! આવો : મને કેવી રીતે આનાથી આનંદ લાગે ?