પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

તિમિરમાં પ્રભા ' એ એના સૌથી શ્રેષ્ઠ નાટક છે. એમાં એ પોતાની વિનાશક કલમ પિતાનું જ ખૂન કરાવવા વાપરે છે. નિર્દો ચપણે એ પોતાના પર જ પોતાની તલવાર ચલાવે છે. . . . પોતાની મહત્તાને કેવળ ઢંગધડા વિનાની, નુકસાનકારક, ક્રૂર ભૂખ તારૂપે સિદ્ધ થયેલી દેખાડવામાં જ એ નાટકનો ક રૂણાન્તક હાસ્યરસ રહેલો છે. મિ. આઈ૯મર મોડ, પોતે લખેલા ટૅક્સ્ટૉયના જીવનચરિત્રમાં ઢોલૉચ અને એમની પત્ની વચ્ચેના ઝઘડાઓમાં બન્ને પક્ષને સરખે ન્યાય આપવા માટે ત્રાજવાંને સરખાં ધરી રાખવા પ્રયત્ન કર્યો છે, અને કોઈ મહાપુ ષ કદી ભૂલ કરી જ ન શકે એ ખ્યાલ ઉત્પન્ન થવા દેતા નથી. પણ જ્યાં એ (મિ. ઍડ) વિનયપૂર્વક ટીકા જ કરે છે, ત્યાં ટોય પોતે પોતાની નિષ્કુર વિડંબના જ કરે છે, પાતાનો નાટક પૂરો કરવાનોયે એણે પાતાને યશ નથી આપ્યો. એણે છેલ્લા એક અણલખેલે જ રાખે; પણ એ વિષે લખી રાખેલી સૂચનાઓમાં સ્પષ્ટ જણાવ્યું છે કે પોતાના ઉપદેશથી પાયમાલ થયેલા માણસેમાંથી જે છોકરા સૌથી વધારે પાયમાલ થયેલો, તેની માને હાથે જ એક હિડકાયેલા કૂતરાની માફક ગેળીથી પોતાને મારી નંખાવો. “ છતાં, ટોલ્સ્ટોયે પોતાની વિ રદ્દ જ ખરેખર ચુકાદો આપ્યો નથી. એ એટલું જ દેખાડે છે કે જે યોજનાહીન અરાજકતાનો સિદ્ધાન્ત એ શીખવી રહ્યો હતો, તેનો અનર્થ કરતા અને પૂરેપૂરો ખ્યાલ હતા; પણ લુટારા અને ખૂનીઓની પોતાને મળેલી રાજકીય સત્તાને બળે જ કાયદેસર ઠરાવેલી લુટ અને હિંસાને સ્વીકારવા તથા મદદ કરવા કરતાં એ સવે અનર્થોનું જોખમ તે વહારી લેવા તૈયાર હતો. જે દરેક જણ એ સત્તાને સહકાર આપતો બંધ થાય તો એ પરિસ્થિતિ જ વધારે પ્રામાણિક અને અહિંસક માગે સમાજની વ્યવસ્થા રચવા ફરજ પાડે એમ ગૃહીત કરી જ લેવું* જોઈ એ. . . . (પણ સાથે જ બતાવે છે કે) એ ( ઉપદેશ ) ની અસર ૧ ૬.