પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો ૧૫૯ પછી જે સ્ત્રીએ પોતાની આખી જિંદગી તમને અર્પણ કરી દીધી છે, તેને જ શું કામ આમ સતાવો છે ? નઃ8 : શી રીતે સતાવું છું ? હું તમને ચાહું છું પણ • • • કિ મીનઝસ્ટ: પણ મને આમ ત્યજીને ચાલ્યા જવું, એ સતામણી નહિ કે ? લોકો શું કહેશે ? બેમાંથી એકકાંતો મને દુષ્ટ કહેશે, નહિ તો તમને ગાંડા કહેશે. - ૧૪ : ભલે એમ ઠરાવીએ કે હું ગાંડો છું; પણ મારાથી આમ રહી શકાતું નથી. નજીરુ: પણ એવું તે મેં શું પાપ કરી નાંખ્યું છે ? વરસમાં માત્ર એક વાર - એક જ વાર, કારણકે મને ધાસ્તી હતી જ કે તમને એ નહિ ગમે - હું એક નાનકડો મેળાવડો ગોઠવું, અને તે બહુ સાદ – સાદો છે કે નહિ તે મણિબહેનને કે બકુલબહેનને પૂછી જુઓ -- દરેક જણ કહે છે કે આટલું કર્યા વિના તો ચાલે જ નહિ, એ તો કરવું જ જોઈએ - એ તમારી નજરમાં એવો મોટો અપરાધ બન્યો છે કે એને માટે તમે મને છોડી જવાની નાશી આપવા માગે છે. અને કેવળ નામોશી જ નહિ. પણ મારું નસીબ જ એવું ફૂટેલું છે કે તમને મારા પર હેત પણ રહ્યું નથી ! બીજા બધાં પર તમને હેત છૂટે છે - આખી દુનિયા પર, પેલા દારૂડિયા કાર્તિક ઉપર પણછતાં હું તો હજુ તમને જ ચાહું છું, અને તમારા વિના રહી શકતી નથી. આવું શા માટે કરો છો ? શા માટે ? (રડે છે )