પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજો ૧૬૪ હું મારી નજર આગળ છોકરાંઓને વિનાશને અને અગતિને પંથે વળતાં જોઉં છું. છેડા લટકતા, રેંટા બાંધેલા આધેડ વયના માણસો ગુલામની માફક આપણી સેવા બજાવે એ મારાથી જોઈ શકાતું નથી. આપણા એક એક જમવા અને ચા પીવાના પ્રસંગ પણ મારે માટે ત્રાસદાયક બને છે. માનજીફર્મr: પણ આ બધું પહેલાંચે હતું જ : બધા જ- અહીં તેમજ પરદેશમાં – આમ જ નથી રહેતા કે ? નકુરુ : પણ હું એ નથી જોઈ શકતો. જ્યારથી મને ભાન થયું કે આપણે સૌ સમાન છીએ, ત્યારથી મારાથી દુઃખ પામ્યા વિના આ જોઈ શકાતું નથી. મીનઝરુદ્દશ્ન : એ તમારા મનનો ઉપજાવેલે સિદ્ધાન્ત છે. જેને જે ગમે તે સિદ્ધાન્ત ઉપજાવી શકે. નવૃ૪ : ( આવેશથી ) આ જ અણસમજણ ભયાનક છે. દાખલા તરીકે, આજના પ્રસંગો ગણીએ ! આજ સવારે હું શ્રદ્ધાનંદ-નિવાસમાં ગયા હતાં. ત્યાંના અંત્યજોને જોયા : એક છોકરું કેવળ ભૂખમરાથી જ મરતું જોયું, એક છોકરા દારૂની બીમારીથી પીડાતા હતો; ક્ષયથી પીડાતી એક બાઈ ટાઢમાં ધ્રુજતી ધ્રુજતી બહાર પવનની અંદર ભીનાં કપડાં નિચાવતી હતી. પછી હું ઘેર આવ્યા : દૂધ જેવાં ધોળાં કપડાં પહેરેલો એક નોકર મારે માટે બારણું ખોલવા હાજર થયે; હું ધરમાં પેઠા : મારો દીકરો – જુવાન પટ્ટો - નોકરને પાણી લાવવા હુકમ કરતો હતો; અને નોકરીની

  • એટલે દારૂડિયા લોકોને તથા તેમનાં છોકરાઓને થતી બીમારીથી.