પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૦ અંક ચોથા એને છોડે. સૂબાને મળા, મહારાજાને મળા, જેને ઘટે તેને મળી. એ કરવાની તમારી ફરજ છે. જો તમે એમ નહિ કરે, તો મારે શું કરવું તે મેં વિચાર્યું છે. હું તમારી પાસેથી એને બરાબર બદલો લઈશ ! . નવૃ૪ : શું કરવું તે મને બતાવો ! તમે જે કહો તે કરવા હું તૈયાર છું. રાળ : હું ફરીથી તમને કહું છું એને છોડાવો. જે નહિ છોડાવો તો યાદ રાખજો ! બસ, જાઉં છું. [જાય છે ]. [ નકુલ એકલે પડે છે. એક કોચ પર લાંબા થાય છે. થોડીવાર શાંતિ. બારણું ઊઘડે છે અને સંગીતનો અવાજ મોટેથી સંભળાય છે. વનરાજ અંદર આવે છે. ] વેનરાક : બાપુ અહીં નથી, અંદર આવો ! [કેટલાંક નાનાં બાળકો નાચતાંકૂદતાં આવે છે ] ક્રાન્તા : (નકુલને જોઈ ને) અરે, તમે તે છો ! અમારી ભૂલ થઈ. ન : (બેઠો થઈ) કંઈ હરકત નહિ. [ બધાં નાચતાંકૂદતાં જાય છે] નિવૃ૪ : રામચંદ્ર પાછા પડો ! વીરેન્દ્રને પાયમાલ કર્યો ! લાવણી પરણે છે ! મારી કાંઈ ભૂલ તો નથી થતી ? તારામાં શ્રદ્ધા મૂકવાની ? ના, ના, પ્રભુ, તમે જ મને ઉગારો !