પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

અંક પાંચમા તો સરકારને એવા નોકરી મળવા મુશ્કેલ થાય. જેને માણસોનાં લોહી રેડાવવાં હોય, લૂંટ ચલાવવી હોય, ગામે બનાવવાં હોય, સ્ત્રીઓને ભ્રષ્ટ કરાવવી હોય તે દારૂ ન પીનારા માણસ પાસે કદી એમ ન કરાવી શકે. આ સરકારને દારૂ પિવડાવવામાં સ્વાર્થ છે. ચીલો રેપણ એ સરકારને ગમતી વાત હોય તો દારૂડિયા બનવા માટે સજા શાને કરે ? વી: સજાનું કારણ દારૂનો બીજો ગુણ છે. દારૂ એક જાતનું ઝેર છે. એની પહેલી અસર બુદ્ધિ ઉપર થાય છે. થોડા પ્રમાણમાં લીધી હોય તોયે બુદ્ધિ ઘટી જાય છે, નવું વિચારી શકતી નથી, પણ જૂની ટેવ પ્રમાણે જ વિચારી શકે છે અને વર્તી શકે છે; પણ એના વર્તનમાં જાણે શરીરમાં ઘણું જોર આવ્યું હોય એવો એ ભાસ કરાવે છે. એને લીધે થોડો વખત થાક જણાતો નથી, અને શ્રમનાં તેમજ બૂરાં કામે થઈ શકે છે. પણ વધારે લેવા માંડે તો શરીરમાંયે ઝેર ચડે છે, બુદ્ધિ સાવ જાય છે અને એ ગાંડે બને છે. આથી સરકારના સ્વાર્થ બેવડો છે; તમને થોડે દારૂ તો આપવો જ, પણ એનું કામ પણ ન કરી શકે એટલે ન પીવા દેવો. આથી દારૂડિયા બને તો સજા કરે છે. ત્રીનો : પણ હવે તો પાકા દારૂડિયા બન્યા. હવે એ ટેવ છૂટે ? વીર : હા, છૂટે, જે પાકી ઇચ્છા હોય તો. ત્રીનો વેઢીઃ કેમ કરીએ તો છૂટે ?