પૃષ્ઠ:Timirma Prabha.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૭૬ અંક પાંચ મેહ ગાળો ભાંડતો હતો, તે જેલરે સાંભળ્યું. તેમાંથી સજા થઈ. હિચકારો ! એને ફટકા જ જોઈ એ ! વીર : ભાઈ, સજા ખમતાં રડે એ નબળા ખરા. પણ સજા કરનારે એથીયે વધારે બાયલે ગણાય. | ગ્રીનો વહી : એ તો તમે અવળું બોલો છો ! વીરેંદ્ર : અવળું કાંઈ નથી. જે આપણી બુદ્ધિ દારૂથી અને ગુલામગીરીથી બહેર ન મારી ગઈ હોય તો દીવા જેવું ચેખું સમજાય. વો જોકી : શી રીતે ? સમજાવો. વીરેંદ્ર : હું તમને ગાળ દઉં, અને તમે મને મારી લો - એ તમે ગુસ્સો કરી મારી પર વેર વાળી લીધું એમ કહેવાય. તમારા મોઢા પર ગાળ દેવાને બદલે તમારા ભાઈબંધને મોઢે તમને ગાળ દઉં, અને તે તમારા પક્ષ લઈને મને મારે તો તે પણ સમજી શકાય. અહીં રાજાને ગાળ દીધી અને જેલરે ફરકાવ્યો, તે જેલર અને રાજા વચ્ચે કાંઈ ભાઈબંધી છે અને તેથી એણે ગુસ્સો આવીને કર્યું એવું કાંઈ નથી. પણ રાજા જેલરને પગાર આપે છે, દાક્તરને પગાર આપે છે, અને વૉર્ડરને પગાર આપે છે. ત્રણેને પોતાની નોકરીની ધારતી છે, માટે રાજાનો પક્ષ લઈ મારવા ઉભા થાય છે, જે વૉડરને જેલરની બીક ન હોય તો માણસ જેવા માણસને – ગુસ્સામાં આવીને નહિ પણ - ઠંડે પેટે, રીતસર, કપડાં ઉતારી, બાંધી, ગણતરીબંધ ફટકા મારવાનું કોઈ માણસને મન થાય ખરું ? પણ ઑર્ડર ફટકાવવા ના પાડે તો તને પટ જાય, જેલર ના પાડે તો એની નોકરી જાય, અને જેનામાં ભૂતદયા સૌથી વધારેમાં