પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮૦ અંક પાંચમે વીરેંદ્ર : મારી માને મળવા હું ઉત્સક છું; પણ મને લાગે છે કે મારે કશી ધાસ્તી રાખ્યા વિના જે સત્ય મને સમજાય છે તે બીજાને સમજાવું જોઈએ જ. હું તમને ફરીથી કહું છું કે હિંસામાત્ર દુષ્ટ છે; પછી એ કાયદા ઘડીને કરો કે ગેરકાયદે કરે. તમે તે છોડી દે. સુરેન્ડન્ટ: તે પછી સમાજમાં રાજય અને સુવ્યવસ્થા કેમ જળવાય ? સમાજના બહારના શત્રુઓ માટે સૈન્ય અને અંદરના શત્રુઓ માટે પોલીસ અને જેલ એ વેદકાળથી ચાલતી આવેલી રીત છે, અને વળી, એ જ જગત માન્ય રાજનીતિ છે.

એ વેદકાળથી ચાલતી આવી હશે, પણ તેથી સત્ય અને ધમ્ય નથી ઠરતી. રાજ્ય અને સુવ્યવસ્થાને નામે જે મહા પાખંડ ચાલે તેના જેલ એ સચોટ નમૂનો છે. એ પાખંડ ચલાવવામાં તમે હાથારૂપ છે. તમારા પિતાના આત્માને ખાતર હું તમને ચેતાવું છું.

સુપરિન્ટેન્ડન્ટ : ત્યાં વૅડમાં પણ તું આ જ વાતો કરે છે કે શું ? વીરે : આ જ મારા જીવનનું કાર્ય બન્યું છે. સુપરિન્ટેન્ડન્ટ : ત્યારે તારી સખત ખબર લેવી પડશે. થી : તેનો મને ડર નથી. પણ હું સાચું કહેતાં અટકવાનો નથી. એ સુત્તરિન્ટેન્ડન્ટ : આ તારી ઉદ્ધતાઈ માટે તારી મુલાકાત કાપી નાંખવામાં આવે છે. વોર્ડર, જેલર સાબા બુલાઓ. A [ વડર સલામ કરીને જાય છે. ] ૧. મૂસાના વખતથી