પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ બીજે ૧૮૧ વીરેંદ્ર : જુઓ, સુપરિન્ટેન્ડન્ટ, વિચાર કરો. પરમેશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી છે, તે પોતાના આત્માને ઓળખવા. ને જ્ઞાળોનિ સર્વ શી : એને ઓળખીને તથા ઓળખવાને જ જીવનમાં સર્વ કાર્યો કરવા જોઈએ. સુખસગવડભર્યા જીવનની લાલચથી શા માટે તમે તમારા આત્માનો ઘોર અધ:પાત કરી રહ્યા છે ? [ જેલર આવે છે.] સુપરિન્ટેન્ડન્ટ : આ કેદીને હાથકડી નાંખી એકાન્ત કોટડી આપે. એને લઈ જાઓ, અને એની માને અહીં મોકલો ! નેટર : જી. a [ જેલર જાય છે. ઑર્ડર વીરેન્દ્રને લઈ જાય છે. સળિયામાંથી ચંદ્રિકાનાણીને જુએ છે. હાથ જોડી પ્રણામ કરે છે, એટલે વાર ધક્કો મારીને લઈ જાય છે. ચઢિારાણી જુએ છે. એના ગયા પછી રાણીને દાખલ કરવામાં આવે છે.] સુપરિન્ટેન્ડન્ટ : તમારા છોકરાની મુલાકાત કાપી નાખવામાં આવી છે. રાળા: કેમ ? સુપરિન્ટેન્ડન્ટ : જેલના ગુના માટે ? રાજી : શે ગુનો કર્યો છે ? સુરિન્ટેન્ડન્ટ: (ચીડાઈને) એ જાણવાનું તમારું કામ નથી. જાઓ, ત્રણ મહિના પછી તપાસ કરી જજે. રાળા: પણ હમણાં જ એ અહીં હતો. શું થયું તે જાણવાનો મારો હક્ક છે. હું કોણ છું તે તમે જાણો છો ને ?