પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૩ જે e [ બે મહિના પછી : લશ્કરી જેલના વોર્ડરોને રહેવાની ચાલ : છુટ્ટી પામેલા બે વેંડર વાતો કરતા બેઠા છે. ] શુ : કે ભલે ને દેખાવડો જુવાન ! કે' છે કે મોટા ઘરનું ફરજંદ છે. બાપડા પર જુલમ થવામાં બાકી નથી રહી. કાંખરાક, દડાબેડી, હાથબેડી, ઊભાબેડી, ગુણપાટ બધું થઈ ચૂકયું. ફટકાના હુકમ કર્યો; પણ કહે છે કે મોટા દાક્તરે વાંધે લીધે. છતાં એ જરા ડગતા નથી. ખરા બહાદુર છે. | વન : પણ એ આવી હઠ શા માટે કરે છે એ જ સમજાતું નથી. અને સાહેબ એની પાછળ જ કેમ ખાઈ પીને માંડયા છે એ પણ તાજુબી છે. કેવા ડામીજ કેદીઓ જેલનો એક નિયમ નથી પાળતા, અને ખુદ સાહેબને મોઢામાઢ ગાળા દે છે તેનેચે આટલી સજા નથી કરતા. પટ્ટો : મેં સાંભળ્યું છે કે ઉપરથી જ એવા હુકમ છે કે એને કોઈ પણ રીતે નોકરી બજાવવા હા ભણાવવી. તે દિવસે દાક્તર અને સાહેબ વચ્ચે વાતો થતી હતી ત્યારે હું