પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૮૪ અંક પાંચમે હાજર હતો. સાહેબ કહે કે બે દિવસ પછી મરી જાય તાયે પરવા નહિ, પણ સરકારની મરજી એને નમાવવાની છે. પણ દાક્તર કહે કે ફટકા ખાતાં જ મરી જાય તો મારે માથે જવાબદારી આવે, માટે હું સર્ટિફિકેટ નહિ આપું, ત્યારે સાહેબ ચીડાઈ ગયા અને કહે કે જોઈ લેશું. વનો : પણ આવો બહાદુર છે તો લશ્કરમાં જતાં કેમ ડરે છે ? વહે : ડરે છે ? ડર શું એ તો એને ખબર જ નથી. પણ એ તો કહે છે કે માણસને મારવાનો ધંધો કરવો એ ઘોર પાપ છે, અને માણસને મારતાં શીખવનાર સરકાર પાપી છે. વીઝો : ત્યારે દુશ્મન ચડી આવે તો શું કરવું ? પલ્ટો : એ કહે છે કે દુશ્મન ચડી આવશે એ બીકે કઈ રાજાઓ લશ્કર રાખતા નથી; પણ પડોશી પર ચડાઈ કરવી ફાવે અને રૈયતને ધાસ્તીમાં રાખવી ફાવે એટલો માટે જ રાખે છે. આપણી સરકારના મનમાં પાપ છે કે લાગ ફાવે તો પડેાશનું રાજ જીતી લેવું છે, અને પડોશીના મનમાં પાપ છે કે લાગ ફાવે તો આપણો દેશ જીતવા છે. તેથી બેય જણ લશ્કર વધાર્યો જાય છે, અને દરેક મોઢેથી એમ કહે છે કે પડોશીના મનમાં પાપ છે માટે રાખવું પડે છે. પણ બેયના મનમાં પાપ ન હોય તો લશ્કરની શી જરૂર પડે ? મનમાં પાપ ન હોય અને પોતાની રૈયતને ક્યારેય પીડવાનો વિચાર જ ન હોય તો લશ્કરની શી જરૂર પડે ? | વીનો રી: આ લાગે તે સાચું છે. પણ ત્યારે આપણે શીદને આવી પાપી નોકરી કરવી ? 9 &3(.