પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૧૯૩ પ્રવેશ પાંચમા સ્નાતકોની ટુકડીમાં વાત ફેલાઈ ગઈ છે અને બહુ ઉશ્કેરણી થઈ છે. જે વોર્ડ નકરી છોડી દીધી તેને કેદ કર્યો છે. સેનાપતિ અને સુપરિન્ટેન્ડન્ટ બેઉ ગભરાયા છે.' નવુ૪ : ચંદિકારાણી કયાં છે ? રીથT : એમનું મગજ સાવ ફટકી ગયું છે. એને વીરેંદ્ર પાસે લઈ ગયા, તો એને ઓળખીયે ન શક્યાં. બીજી બાજુથી એકલાં હોય ત્યારે જાણે તમારી જોડે કે વીરેંદ્ર જોડે વાતો કરતાં હોય તેમ બકવાટ કરે છે. નગુરુ : ( નિશ્વાસ મૂકી ) હે ઈશ્વર !...લીલા, મારા જીવ બહુ ઉદાસ થઈ ગયો છે. હું શંકાના વમળમાં સપડાયો છું. ધડીમાં મને લાગે છે કે શું હું ઈશ્વરમાં બેટી શ્રદ્ધા તે નથી રાખી રહ્યો ? હું અવળે ભાગે તો નથી ચડવો, અને બધાને ચડાવ્યા ? મે કશું જ સિદ્ધ કર્યું નહિ, વીરેંદ્ર પાયમાલ થયા, તેની પાછળ ચંદ્રિકારાણી પાયમાલ થયાં. રામચંદ્ર પાછો પડવો. ઘરમાં કોઈ ને ગળે મારી વાત ઊતરી નહિ. હું એક બાબતમાં મારા સિદ્ધાન્તો પ્રમાણે વર્તન ન રાખી શક્યા અને નિર્બળતાનો જ દાખલો બેસાડતા આવ્યા. આમ એક બાજુથી અંધકાર જ દેખાય છે. વળી, બીજી આજુથી મને એમ પણ લાગે છે કે, ભલે, દુનિયાની દષ્ટિએ મને યશ ન મળે, ઈશ્વરે મને તેને લાયક ન ગણ્યો, પણ હું સવળે ભાગે જ છું, વીરેંદ્ર સવળે માર્ગે જ ગયો છે, અને જેમણે એ માગ નથી લીધે, અથવા લઈને છેડવો તે ગમે તેવા યશસ્વી દેખાતા હોય પણ અસત્યને પંથે છે. છતાં મને, જીવનની કૃતાર્થતા પ્રાપ્ત નથી થઈ એટલી વાત નકકી. ૬૨