પૃષ્ઠ:Timirma Prabha.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

પ્રવેશ ૬૩ો [ ત્રણ દિવસ પછી. ઇસ્પિતાલ: નકુલરાય અત્યંત અશક્ત સ્થિતિમાં લીલા પાસે બેઠી છે. ] નફ૪ : પ્રભુની મરજી ! કંઈ વધારે વિગત ? છીછા : એટલી જ કે અતિશય શાંતિથી દેહ છોડયો. છેવટ સુધી પ્રસન્નતા જેવી છે તેવી હતી. અલબત, તમારા કે ચંદ્રિકારાણીના સમાચાર એમને જણાવ્યા નહોતા. ભરણ પહેલાં સુપરિન્ટેન્ડન્ટ તથા જેલરને કહ્યું કે “ મારા મનમાં તમારે વિષે કશા દ્વેષ નથી એટલું નકકી માનજો. પણ મારું મરણ તમારી આંખો ઉઘાડનાર થાઓ – અથવા, તેયે હું શું કામ વાસના રાખું ? ઈશ્વરની ઈચ્છા હોય તેમ ભલે થાઓ.” એમ કહી તારાના હાથમાં હાથ મૂક્યો અને આંખ મીંચાઈ ગઈ. નવુંઠ : ખરા વંદનીય પુરુષ !